આવતીકાલથી ખુલ્લો મૂકાશે ફ્લાવર શો, આ એક સ્ટેચ્યૂ જોવાનું ભુલાય નહીં, જાણો ટિકીટના ભાવ

અમદાવાદના લાખ્ખો પ્રકૃતી પ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે ફ્લાવર શો આવતીકાલે ૪ જાન્યુઆરીથી રીવરફ્રન્ટ ઉપર શરૂ થશે. ફ્લાવર શોમાં ગ્રીન અમદાવાદની થીમ પણ તૈયાર કરાઈ છે. આ ફ્લાવર શો ૧૯ જાન્યુઆરી સુધી રહેશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સતત આઠમાં વર્ષે આયોજિત કરાયેલો ફ્લાવર શો રીવરફ્રન્ટના પશ્ચિમ કિનારા ઉપર ફ્લાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટરમાં યોજાશે. જે માટે હાલમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુખ્યપ્રધાનના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે.અમદાવાદમાં ૪ જાન્યુઆરીથી યોજાનારા ફ્લાવર શોમાં ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઝાંખી પણ જોવા મળશે. આ વખતે ફલાવર શોમાં સિનિયર સિટીઝનને વિના મૂલ્યે પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેગા સિટીમાં યોજાતા ફ્લાવર શોમાં લગભગ ૧૦ લાખ કરતા વધુ લોકો મુલાકાત લેતા હોય છે. ત્યારે લોકોની ભીડને નિયંત્રિત કરવા આ વર્ષે ટીકિટના ભાવમાં ગત વર્ષ કરતા વધારો કરવામાં આવ્યો છે.રૂપિયા ૧૦ની ટીકીટના રૂપિયા ૨૦ કરવામાં આવ્યા છે. અને શનિવાર-રવિવારે વધી જતી ભીડને કાબુમાં લેવા આ દિવસોમાં ટિકીટના રૂપિયા ૫૦ કરી દેવાયા છે. જ્યારે ૧૨ વર્ષ સુધીના બાળકો તેમજ સિનીયર સિટીઝન માટે પ્રવેશ વિનાલમૂલ્યે રાખવામાં આવ્યો છે. છસ્ઝ્રના દરેક સિવિક સેન્ટર પરથી ફ્લાવર શોની ટિકિટ મળશે. એટલું જ નહીં, પાર્કિગ માટે મોબાઈલ એપનો ઉપયોગ કરાશે.
 
  • ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે તેમના જીવનની ઝાંખી દર્શાવતા જુદા-જુદા સ્કલ્પચરો ફૂલોથી તૈયાર કરવામાં આવ્યા છે. લોકોને ગાંધીજી વિશે માહિતી મળે તેવા હેતુથી આયોજન કરાયું.
  • આયુર્વેદિક વનસ્પતિની માહિતી મળી રહે તે માટે સંજીવની પહાડ સાથે ઉડતા હનુમાન દાદાનું આબેહૂબ સ્કલ્પચર આખા ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષણનું બનશે.
  • રમતને પ્રાધાન્ય આપવા માટે બેડમિન્ટન, ટેનિસ, હોકી, ક્રિકેટ વગેરે ગેમના સાધનોના ૧૦થી ૧૫ ફૂટ ઊંચા સ્કલ્પચરો હશે.
  • ફૂલોથી ૮ ફૂટ ઊંચું મચ્છરનું સ્કલ્પચર તૈયાર કરાયું, કુલ ૬૦ સ્કલ્પચરની ઝાંખી
  • મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત મચ્છરોની ઉત્પત્તિ તેના લારવા અને બ્રીડિંગ સહિતની જાગૃતિ માટે ૮ ફૂટ ઊંચું મચ્છરનું સ્કલ્પચર.
  • કુલ ૬૦ સ્કલ્પચર બનાવાયા છે. જેમાં સંખ્યાબંધ ફૂલોથી વિવિધ માછલીઓ બનાવાઈ છે.
  • આકસ્મિક સંજોગોમાં મદદે ઊભા રહેતા ફાયરબ્રિગેડની પણ ઝાંખી બતાવવા માટે બે ફાયર ટેન્કરોને ફૂલોથી સજાવાયા છે.
  • ફ્લાવર શોમાં ૧૦૦ જાતી, ૭૦૦ પ્રજાતીના ૧૦ લાખથી વધુ રોપા હશે
  • દેશની ખ્યાતનામ ૭ નર્સરી અને ૩૫ જેટલા વધુ સ્ટોલ
  • વિવિધ પ્રકારના ૫૦થી વધુ સ્કલ્પચર રહેશે આકર્ષણનું કેન્દ્ર
  • જુદી-જુદી ૭ થીમ પર કરાયુ આયોજન
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.