થરાદ - ડીસા હાઇવે પર લકઝરી બસ પલટતાં ૧૫ મુસાફરોને ઇજા

 
 
            જોધપુરથી મુંબઇ ડેઇલી સર્વિસ ચાલતી એમ.આર. ટ્રવેલ્સની ય્ત્ન૦૫મ્ફ ૮૭૧૫ નંબરની લક્ઝરી બસ શુક્રવારની વહેલી સવારે થરાદ ડીસા હાઇવે પરથી પુરઝડપે પસાર થઇ રહી હતી. જે મલુપુરની સીમમાં આવતાં આશરે સાડાચાર વાગ્યાના સુમારે રોડ પર અચાનક નીલગાય આડી આવતાં તેને બચાવવા જતાં બસ હાઇવે પર પલ્ટી ખાઇ ગઇ હતી. આથી ભરનિંદ્રામાં રહેલાં અંદાજીત ૪૦ થી ૪૫ મુસાફરોની ચિચીયારીઓ સાથે અફરાતફરી મચવા પામી હતી. જોકે અવાજ સાંભળીને નજીકમાંથી મલુપુરના ગ્રામજનો દોડી આવી બધાએ મળીને ૧૦૮ ને જાણ કરી મુસાફરોને બહાર કાઢ્યા હતા. તેમજ જાણ કરતાં બે એમ્બ્યુલન્સ તથા થરાદ વાવની પોલીસ પણ દોડી આવી હતી. મુસાફરો પૈકી ઇજા પામેલા અંદાજીત ૧૫ ને સારવાર માટે થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જે બધા મુસાફરો રાજસ્થાની હોવાનું જાણવા મળ્યું હતું. 
જોકે બસ હાઇવે વચ્ચે પડેલી હોઇ ટ્રાફિકને અસર થતાં થોડાજ કલાકોમાં ક્રેન વડે બસને ઉભી કરીને પોલીસ મથક લવાઇ હતી. જોકે લક્ઝરી કાર પલટતાં તેની પાછળ આવી રહેલી એક કાર પણ ટકરાઇ હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું.આ બનાવ અંગે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.