ગોળા ગામમાં બાળકો ઉપાડી જતી ગેંગને લઈ દહેશત

પાલનપુર : પાલનપુર તાલુકાના ગોળા ગામમાં બાળકોને ઉપાડી જતી ગેંગ આવી હોવાની આશંકાને પગલે ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા. જેઓએ ૨ મહિલાઓને ઝડપી લઇ મેથીપાક આપી પોલીસને હવાલે કરી હતી. પાલનપુર તાલુકાના ગોળા ગામમાં બાળકો ઉપાડતી ગેંગ આવી હોવાની આશંકા તળે ગ્રામજનો એકત્ર થયા હતા. જેઓએ ૨ મહિલાઓને ઝડપી મેથીપાક આપ્યો હતો. ૪ લોકો સ્વીફ્‌ટ ગાડી લઈ ગોળા ગામે આવ્યા હતા. જેમાં ૨ મહિલા ઝડપાઇ હતી. જયારે ૨ ઈસમો ભાગી ગયા હોવાના અહેવાલ સાંપડ્‌યા છે. બાળકો ઉપાડવાની ગેંગ આવી હોવાની  વાતને લઈ સમગ્ર ગામ એકઠું થયું હતું. જેમાં ૨ મહિલાઓ ઝડપાઇ હતી. જે બાળકો ઉપાડનારી ગેંગની હોવાની ગ્રામજનોએ વ્યક્ત કરેલી આશંકાને પગલે પાલનપુર તાલુકા પોલીસે ૨ મહિલાઓનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હોવાના અહેવાલ સાંપડ્‌યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.