અમીરગઢની ખાંડેડો નદીમાં ડૂબી જતા યુવાનનું મોત

અમીરગઢ પંથકમાંથી પસાર થતી ખાંડેડો નદીમાં સોમવારે યુવાન ન્હાવા પડ્યા બાદ ડૂબી ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક તરવૈયાઓની મદદથી ડિઝાસ્ટર ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. યુવાન મૃત હાલતમાં મળી આવતાં પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.
 
અમીરગઢ તાલુકામાંથી પસાર થતી ખાંડેડો નદીમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે. મૂળ રાજસ્થાનના દેલદર (રોડીયા) ગામનો કિકાભાઈ મફાભાઈ માજીરાણા ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો હતો. આ દરમ્યાન સોમવારે ખાંડેડો નદીમાં ન્હાવા ગયો હતો. નદીમાં ઉંડાણ વાળી જગ્યાએ જતાં અચાનક યુવાન ડૂબવા લાગ્યો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનને શોધી લેવાયો હતો. જોકે કલાકો વીતી ગયા હોવાથી યુવાન મૃત મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયો હતો. આ પછી પોલીસે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.