વડગામના નવી સેંધણીના ખેડૂત દ્વારા ફૂલોની સફળ ખેતી

 
 
તા.પ્રતિ. વડગામ
કેન્દ્ર સરકારના ખેડૂતોની આવક બમણી કરવાના દાવા વચ્ચે ખેતીને લગતી ચીજવસ્તુઓ દિન-પ્રતિદિન મોંઘીદાટ બનતી જાય છે તેની સામે ખેડૂતને ઉપજતા પોષણક્ષમ ભાવો મળતા નથી. જેથી ખેડૂતોની હાલત ઉત્તરોત્તર કથળતી જાય છે. તેથી જગતના તાતના પ્રશ્નોને લઈ સમગ્ર દેશમાં ‘હલ્લાબોલ’ થઈ રહ્યું છે અધુરામાં પુરૂ, બનાસકાંઠા જિલ્લામાં આ વખતે અપૂરતો વરસાદ પડ્યો છે તેથી ચોમેર દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં છે ત્યારે બનાસકાંઠાની પૂર્વે આવેલા અને ધાન્ધાર તરીકે ઓળખાતા વડગામ પંથકના નવી સેંધણીના એક પ્રગતિશિલ ખેડૂતે ફૂલોની ખેતી કરી માત્ર રૂ.૩૦ હજારના ખર્ચ સામે રૂ.૩ લાખનું માતબર વળતર મેળવ્યું છે.
ચોમાસું સિઝન નિષ્ફળ થતાં વડગામનો ધાન્યધાર પંથક દુષ્કાળનો સામનો કરી રહ્યો છે છતાં ધાન્ધારના કૃષિના ઋષિઓના હોંસલા બુલંદ છે. હિંમત કરીને દુષ્કાળના કારમાઘાને ભૂલવા થોડાક પાણીનો ઉપયોગ કરી પશુપાલન જીવાડવાના પ્રયત્નો કરાય છે જેમાં વડગામના નવી સેંધણી પંચાયતના ઉપસરપંચ રમેશભાઈ ચૌધરીએ તેમના ખેતરમાં હજારીગલની ખેતી કરી રૂપિયા ત્રણ લાખની ઉપજ કરી અન્ય ખેડૂતોને અચંબામાં મુકી દીધા છે.
વર્તમાન ચોમાસું સિઝન ફેલ થતાં નવી સેંઘણી ગામના ઉપસરપંચ રમેશભાઈ ચૌધરી એ કૃષિના નિષ્ણાતોની સલાહ મુજબ એક વિદ્યા જમીનમાં હજાર રાગફુલનું વાવેતર કરી ત્રણ માસમાં રૂ.ત્રણ લાખની ઉપજ કરી છે રૂ.૧પ૦૦૦/- (પંદરહજાર)નું બિયારણ અને અન્ય ખર્ચ સહિત કુલ રૂપિયા ત્રીસ હજારના ખર્ચમાં ત્રણ લાખના ફુલનું ઉત્પાદન કર્યું છે અત્યારે ઉંઝા, પાટણ, પાલનપુર, અમદાવાદના માર્કેટમાં ફુલનું વેચાણ થાય છે અન્ય ખેડૂતોએ રમેશભાઈના કાર્યની પ્રેરણા 
લેવી જાઈએ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.