ધાનેરાના શિયા ગામે રસ્તામાં પાણી ભરાતાં ૧૦૦થી પણ વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાયા

ધાનેરા : ગુજરાત સરકારે દીકરી માટે એક સૂત્ર જાહેર કર્યું છે. કે દીકરી ને ભણાવો સાથે કહ્યું છે. ભણશે ગુજરાત દોડશે ગુજરાત આવા અનેક સૂત્રો સુવિચારો ગુજરાત સરકારે ગામડા ના લોકો શિક્ષણ બાબતે જાગૃત બને અને પોતાના બાળકોને શિક્ષણ આપે તે માટે ગુજરાત સરકાર શિક્ષણ પર પૂરતું ભાર આપી રહી છે.જો કે હજુએ ગામડાની પાયાની સમસ્યાના લીધે શાળાએ જતા બાળકો હેરાન થઈ રહ્યા છે.
ધાનેરા તાલુકામાં ચાર વર્ષ દરમિયાન બે વાર પુરના પાણીએ તાલુકામાં વિનાશ કર્યો હતો અને સમસ્યાનો નિકાલ લાવવામાં સ્થનિક વહીવટી તંત્ર પૂરું સફળ થયું નથી.ધાનેરા તાલુકાના શિયા ગામના બાળકો હાલ પોતાના શિક્ષણને લઈ ચિંતા કરી રહ્યા છે.કારણ શાળા સુધી પહોંચવા માટેનો મુખ્ય રસ્તો ખરાબ છે. શિયા ગામ ના ખેતર વિસ્તારમાંથી આવતા બાળકો પોતાના ખેતર તરફ જતા રસ્તામાં વરસાદી પાણી ભરતા આ રસ્તાની હાલત ખરાબ થઈ જાય છે. આ વિસ્તારમા ૧૦૦ થી પણ વધારે પરિવાર ખેતરમાં રહે છે.અને ૬૦ જેટલા બાળકો ૨ કિલોમીટરનું અંતર કાપી સાઇકલ દ્વારા કે પોતાના માતા પિતાની સાથે વાહન દવારા ગામ ની શાળા એ પહોંચે છે. જો કે જયારે વરસાદ આવે ત્યારે આ તમામ બાળકો નું ભણતર બંધ થઈ જાય છે.અને આનું મુખ્ય કારણ આ શિયા ગામ ને જોડતો રસ્તો છે.હવે ગામડા માં પણ બાળકો શિક્ષિત બન્યા છે જેથી હાલ શાળા એ જાત કઈ રીતે બાળકો હેરાન થાય છે તેવી તસ્વીર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લાવવા માટે બાળકોએ મીડિયા ની મદદ લઇ પોતાની સમસ્યા વ્યક્ત કરી હતી.ધોરણ ૧૦ મા અભ્યાસ કરતી શિલ્પા નામની વિદ્યાથીનીએ શાળા એ જતા કેવી સમસ્યાઓથી આ ગંદા કાદવ અને પાણીમાંથી પસાર થવું પડે છે તે પ્રત્યક્ષ રજુઆત કરી હતી.
સરકાર ચારે કોર એક જ વાત કરી રહી છે કે બાળકો ને શિક્ષણ આપો જો કે શાળાએ આવતું બાળકને રસ્તા મા કોઈ સમસ્યા છે કે નઇ તે દિશા તરફ પણ સ્થનિક વહીવટી તંત્રે ધ્યાન આપવાની જરૂર છે. શિયા ગામના ૬૦થી પણ વધારે બાળકો આ ખરાબ રસ્તાના કારણે મુશ્કેલી વેઠી રહ્યાં છે.કેન્દ્રની મનરેગા યોજના હેઠળ આ રસ્તાનું માટી કામ કરાવી પાણી ના ભરાય તે માટે શિયા પંચાયત આ સમસ્યાનો નિકાલ લાવે તેવું સ્થાનિક લોકો રજુઆત કરી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.