વાહન ચેકિંગનો લાભ ઉઠાવી તોડ કરતા ૩ નકલી પોલીસ ઝડપાયા

પાટણ શિહોરી હાઇવે ઉપર ભુતિયાવાસણા ગામ નજીક ગુરુવારે મધ્યરાત્રીએ ટવેરા ગાડી લઇને ત્રણ શખ્શો ક્રાઈમ બ્રાન્ચ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી રોડ પર આવતા વાહનોને ટ્રકો તપાસ કરી ચેકિંગ કરતાં હતા. રેત સપ્લાય ટ્રક રોકીને રૂ.૫૦ હજારની માગણી કરતા રેત સપ્લાયરે આ બનાવની પોલીસને જાણ કરી પાટણ તાલુકા પોલીસે ત્રણ શખ્સો પકડી ટવેરા ગાડી જપ્ત કરી હતી અને વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.
હાલમાં ગુજરાત એલર્ટ જાહેર કર્યું છે ત્યારે ઠેરઠેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ થઇ રÌšં છે, ત્યારે આવા સમયનો લાભ લઈ પાટણ જિલ્લાના પાટણ શિહોરી હાઈવે ઉપર આવેલ ભુતિયાવાસણા ગામ નજીક ગુરુવારે મધ્યરાત્રીએ ૧ કલાકના અરસામાં બનાવટી પોલીસનો સ્વાંગ રચી ટવેરા ગાડી જીજે ૯ બીબી ૪૬૨૭ ની લઇ વાહન ચેકિંગ માટે ઉભા રહ્યા હતા. ત્યાંથી પસાર થતાં ટ્રકને રોકી તેમની પાસેથી રૂપિયા ૫૦ હજારની માગણી કરી હતી.
ટ્રકના ચાલકે તેના માલિક જય અંબે રેત સપ્લાયર પરેશભાઈ રાવલને જાણ કરી આ બાબતે પરેશભાઈને શંકા ઊભી થતાં તેઓએ પાટણ તાલુકા પોલીસને હકીકતની જાણ કરી હતી ત્યારે પાટણ તાલુકા પોલીસ પીએસઆઇ એ.એ.સુમરા સહિતનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી છે. આ બનાવટી પોલીસની તપાસ કરતાં શખ્શો એમની પાસેથી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ ક્રાઇમ ઇન્ફોર્મેશનના અધિકારી-કર્મચારીઓ હોવાના ખોટા આઇડીપ્રૂફ મળી આવ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.