02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેસલો, કર્મચારીઓને મળશે 78 દિવસનું બોનસ, જાણો કયા વિભાગને થશે આ લાભ?

કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેસલો, કર્મચારીઓને મળશે 78 દિવસનું બોનસ, જાણો કયા વિભાગને થશે આ લાભ?   10/10/2018

તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે સાથે જ રેલવે કર્મચારીઓ માટે ખુશ ખબર છે. કેન્દ્રીય કેબિનેટે રેલવે કર્મચારીઓ માટે મોટો ફેસલો લેતા તેમને બોનસ આપવાનું એલાન કર્યું છે. સરકારે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાનો નિર્ણય લીધો છે.

 

કેન્દ્ર સરકારની આ ભેટનો ફાયદો રેલવેના નોન ગેઝેટેડ ઑફિસરને મળશે. પાંચ રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણી અને આગલા વર્ષે થઈ રહેલ લોકસભા ચૂંટણીને ધ્યાનમા રાખતા રેલવે કર્મચારીઓને બોનસ આપવાનો ફેસલો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

કેન્દ્રનો ફેસલો, આ વિભાગના કર્મચારીઓને મળશે 78 દિવસનું બોનસ 
રેલવે કર્મચારીઓને 1800 રૂપિયાનું બોન આપવાનો ફેસલો .

જાણકારી મુજબ સરકારે બુધવારે રેલવે કર્મચારીઓને 18000 રૂપિયાનું બોનસ આપવાના પ્રસ્તાવ પર નિર્ણય લીધો છે.આવું પહેલી વાર નથી બની રહ્યું, સરકાર દર વર્ષે રેલ કર્મચારીઓને 78 દિવસનું વેતન બોનસ આપે છે. જેનો ફાયદો ખાસ કરીને રેલવેના 12 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને મળે છે. તેમને દર વર્ષે દુર્ગા પૂજા દરમિયાન 78 દિવસનું બોનસ આપવામાં આવે છે.

Tags :