થરાદમાં પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારનાર હવસખોરને સાત વર્ષની સજા

થરાદ તાલુકાના એક ગામમાં પરિવાર સાથે રહેતી 38 વર્ષની પરિણીતા પોતાના ખેતરમાં રહેતી હતી. ગત તા.28/02/2013 ના રોજ તેણીનો પતિ રાજસ્થાન ગયેલ હતો. આથી  તેણી  બાળકો સાથે ખેતરમાં બનાવેલા ઢાળીયામાં સુતેલી હતી. આ વખતે રાત્રિના બારેક વાગ્યાના સુમારે અગાઉ તેણીના દિયરના ખેતરમાં તથા અમુકવાર તેણીના ખેતરમાં મજુરીએ રાખેલ શિવાભાઇ ભીખાભાઇ મેઘવાળ રહે.શેરાઉ તા.થરાદનાએ તેણીના ઢાળીયે આવીને તેણીની એકલતાનો લાભ લઇ કાંબળી વડે મોઢું દબાવી બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યા બાદ આ વાત કોઇને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતો હતો. આ વખતે તેણીએ બુમબરાડા કરતાં જાગેલા પરિવારજનોએ તેને પકડી લાવ્યો હતો. ત્યારબાદ પતિને બોલાવી અને ગ્રામજનોને આ બાબતની જાણ કરી મહિલાએ થરાદ મથકમાં ફરિયાદ નોંધાવતાં હવસખોર સામે ફ.ગુ.રજી.નં.42/2013 થી  IPC 376  મુજબ ગુનો નોંધાયો હતો.જે કેસ તપાસના અંતે ચાર્જસીટ સાથે દાખલ થતાં શેસન્સ કેસ નં 15/2018 થી એડીશનલ સેસન્સ જજની કોર્ટ થરાદમાં ગુરુવારે ચાલી ગયો હતો. જેમાં એ.પી.પી.આર.ડી.જોષી દ્વારા સમાજમાં દાખલો બેસે તેવી સજાની દલીલો કરતાં નામદાર એડી.સિવીલ જજ બી.એસ.પરમાર દ્રારા તેને ગ્રાહ્ય રાખી IPC 376 ના ગુનાના કામે તકસીરવાર શિવાભાઇ ભીખાભાઇ મેઘવાળ રહે.શેરાઉ તા.થરાદ ને સાત વર્ષની સખત કેદ અને દસ હજારના દંડની સજા ફરમાવી હતી. તેમજ દંડ ન ભરેતો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ બનાવથી પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.