ઓરિસ્સા-આંધ્રમાં વાવાઝોડુ : જનજીવન ઠપ્પ

 
 
 
                                ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે તબાહી મચાવી રહેલા ચક્રવાતી તોફાન તિતલીના પરિણામ સ્વરુપે બે લોકોના મોત થઇ ગયા છે અને હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયું છે. હાલમાં આ ચક્રવાતી તોફાન હળવું પડે તેવા સંકેત દેખાઈ રહ્યા નથી. નિચાણવાળા વિસ્તારોમાં હજુ પણ તોફાનના કારણે ભારે વરસાદ થવાના કારણે પુર જેવી Âસ્થતિ ઉભી થઇ શકે છે. કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઘણી જગ્યાઓએ જનજીવન ખોરવાઈ ગયું છે. સરકાર અને વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ ઉપર છે. કટોકટીના સમયમાં તમામ લોકો આગળ આવે તે ખુબ જરૂરી છે. હોનારતનો સામનો કરવા માટે તમામ તૈયારીઓ રાખવામાં આવી છે. આ પહેલા મુખ્યમંત્રી નવી પટનાયકે સ્પેશિયલ રિલીફ કમિશનરની ઓફિસમાં જઇને પ્રચંડ તોફાનનો સામનો કરવા માટે કયા પ્રકારની તૈયારી કરાઈ છે તેની સમીક્ષા કરી હતી. ચક્રવાતી તોફાન તિતલીના પરિણામ સ્વરુપે બંને રાજ્યોમાં હાલત કફોડી બની છે. ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે. તોફાની પવનના લીધે અનેક જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થયા છે. વિજળીના થાંભલા તુટી પડ્યા છે. બે જુદી જુદી ઘટનાઓમાં બેના મોત થઇ ચુક્યા છે. શ્રીકાકુલમમાં એકનું મોત થયું છે. ઓરિસ્સામાં એનડીઆરએફની ૧૪ ટીમો તૈયાર કરવામાં આવી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.