બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ સાથે અન્ય સમાજ દ્વારા રૂ.૩૧ લાખનું દાન મા ઉમાના ચરણોમાં અર્પણ કરાયું

ચાણસ્મા : બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ સાથે અન્ય સમાજ દ્વારા માના ઘર દીઠ દીવા પેટે રૂ.૨૦૦ની હુંડીરૂપે રૂ.૫,૨૬,૦૨૦૦ સહિત ૩૦ પાટલા યજમાનો, આજીવન સભ્યો  વગેરે મળી રૂ.૩૧ લાખનું દાન મા ઉમાના ચરણોમાં અર્પણ કરાયું હતું.
ઉઝા ઉમિયા માતાજી સંસ્થાના ઉમેશ્ચરી હોલમા સંસ્થાના પ્રમુખશ્રી સહીતની હાજરીમાં મા ઉમાના ચરણોમાં ૫૨૬૦૦૦ રૂપિયાની હુડી અર્પણ કરવામા આવેલ. તેમજ આજના પ્રસંગે અન્ય જ્ઞાતિ સમાજના બહુચરાજી તાલુકાના બેચર ગામ વતની ભરવાડ કનૈયાલાલ પોપટભાઈ રઘાભાઈ ગમારા (માજી સરપંચ) પરિવાર દ્વારા રૂ ૧૧૦૦૦ના પાંચ પાટલા નોધાવેલા તેમજ શંખલપુર સરપંચ પટેલ ભીખીબહેન લાલજીભાઈ (પરેશભાઈ) સાથે પંડ્‌યા દેવાગભાઈ રવિશંકરભાઈ સંરપચ બહુચરાજીએ રૂ, ૧૧૦૦૦ના  પાટલાની નોધણી કરાવેલ તેવા આજના હુડી અર્પણ ક્રાર્યકમમા *બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ સાથે અન્ય જ્ઞાતિ સમાજ સાથે ઉઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખશ્રી મણીભાઈ મમ્મી સાથે મંત્રી દિલીપભાઈ નેતાજી સાથે મા ઉમા સમાજ સંગઠન સમિતિના ચેરમેન પ્રવિણભાઇ સાથે શ્રી વિઠ્ઠલભાઈ લાટીવાલા, ડો માધુભાઈ  ,પટેલ કીરીટભાઈ દેવગઢ સાથે આત્મારામભાઈ મંત્રી સહિતની મોટી સંખ્યાની હાજરીમાં બહુચરાજી તાલુકામાંથી હુડી મેળવનારા સભ્યો સાથે પાટલાના યજમાનો સાથે અન્નપૂર્ણાના દાતાઓનુ સંસ્થાના પ્રમુખ દ્વારા બહુમાન કરાયું હતું.
બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવના વિવિધ કારયો  રૂ,૧૧૧૧૧૧૧ ના પાઠશાળા વિજયસ્થંભના યજમાન દાતા તરીકે કીરીટભાઈ પટેલ દેવગઢ સાથે અન્નપૂર્ણાના રુ પાંચ લાખના દાતા તરીકે ડો માધુભાઈ સાહેબ સાથે પાંચ લાખના દાતા તરીકે પટેલ નરેન્દ્રભાઈ રતીલાલ લાટીવાલા બનેલ તેમજ અત્યાર સુધીના રૂ ૧૧૦૦૦ના ૩૦ પાટલાના દાતા તરીકે ૩૩૦૦૦૦સાથે ઉમિયા માતાજી સંસ્થાના આજીવન સભ્ય તરીકે રૂ ૧૦૦૦ના પપ સભ્યો તરીકે રૂ ૫૫૦૦૦ ની રૂ, ૬૪૬૨૦૦ની હુંડીની રકમ સાથે કુલ રકમ ૩૧૪૨૩૧૧ મા ઉમાના ચરણોમાં બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ સાથે અન્ય જ્ઞાતિ સમાજે અર્પણ કરવામા આવ્યા
હુંડી અર્પણ ક્રાર્મકમનુ આયોજન બેચર બહુચરાજી પાટીદાર પ્રગતિ યુવક મંડળના હર્ષદ પાટીદાર, જીમીત પટેલ, ભાઈલાલભાઈ, જશુભાઇ, ધનજીભાઈ, કનુભાઈ બેન્કર સહિતની ટીમે જવાબદારીપુર્વક ઉપાડીને સફળ બનાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.