02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ધાનેરા નગરપાલિકાના બીજી ટર્મના પ્રમુખની ચૂંટણી જાહેર

ધાનેરા નગરપાલિકાના બીજી ટર્મના પ્રમુખની ચૂંટણી જાહેર   18/07/2019

ધાનેરા : ધાનેરા નગરપાલિકાની ખાલી પડેલી એક બેઠકની પેટા ચૂંટણી બાદ હવે બીજી ટર્મના પ્રમુખની ચૂંટણી માટે જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જાહેરનામું બહાર પાડી દેતા નગરમાં રાજકિય ગરમાવો તેજ બની ગયો છે.કેટલાક સમયથી ઉપ પ્રમુખના ચાર્જમાં ચાલતી નગરપાલિકાના પ્રમુખ માટે તારીખ જાહેર કરતા નગરપાલિકા પ્રમુખને લઈ કોંગ્રેસ પાર્ટીમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
ધાનેરા નગરપાલિકા આ વખતે ભારે બહુમતી સાથે કોંગ્રેસના ફાળે ગઈ હતી અને પાર્ટી તેમજ વિજેતા સદ્દસ્યોની પસંદ પ્રમુખ માટે બળવજી બારોટના નામે થઈ હતી.જો કે નગરપાલિકાના પૂર્વ સદસ્ય નરસીજી રાજપૂત દવારા ગુજરાત હાઈ કોર્ટમા બળવજી બારોટને ત્રણ સંતાન મામલે અરજી કરતા હાઈ કોર્ટે બળવજી બારોટનું સભ્ય પદ રદ કર્યું હતું .જેને લઈ નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉપ પ્રમુખ વસંતીબેન ગલચરે ચાર્જ સાંભળ્યો હતો.જો કે આજે જિલ્લા કલેક્ટર દવારા પ્રમુખ ની ચૂંટણી માટે જાહેર નામું બહાર પાડી આગામી ૨૫ જુલાઈ નો દિવસ ચૂંટણી માટે નક્કી કરવામાં.આવ્યો છે.હાલ નગરપાલિકાના સદસ્યોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પાસે કુલ ૧૧ સદસ્યો જ્યારે કોંગ્રેસ પાસે ભારે બહુમતી ૧૭ સદસ્યોનું સંખ્યાબળ છે. એટલે એ વાત ચોક્કસ છે કે કોઈ ભાગ તૂટ ના થાય તો કોંગ્રેસ પાર્ટીમાંથી બક્ષીપંચ સીટ પરથી વિજેતા સદસ્ય પ્રમુખ બની શકે તે આવનારી ૨૦.૮.૨૦૧૦ સુધી કોના સિરે પ્રુમુખનો તાજ બંધાય છે તેના પર સૌની નજર છે.જો કે ૧૭ સદસ્યોમાંથી આશરે ૧૦ જેટલા સભ્યો હાલ પ્રમુખની રેસમાં સામેલ થઈ ગયા છે.

Tags :