અડાલજ ત્રિમંદિર પાસે બની ‘જોવા જેવી દુનિયા'

અમદાવાદ: અડાલજ ખાતે આવેલા ત્રિમંદિરના પ્રાંગણમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની 111મી જન્મ જયંતીની 11 દિવસ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે મંદિરની પાસે 35 લાખ સ્ક્વેર ફૂટમાં ‘ જોવા જેવી દુનિયા ‘ 15થી 25 નવેમ્બર, દાદાશ્રીના સિદ્ધાંતોને આવરી લેતા લગભગ 23 જેટલા ટોક-શો અને થિયેટર શોમાં કુલ 12 જેટલા શો ફક્ત બાળકો અને યુવાનોને આવરીને બતાવવામાં આવી રહ્યા છે. આ મહોત્સવમાં 500થી વધુ વિદેશી ભક્તો અડાલજના ત્રિમંદિરમાં દર્શનાર્થે પધારશે એવી ગણતરી રખાઈ છે ચાર દિવસમાં અત્યાર મોટી સંખ્યામાં લોકો‘જોવા જેવી દુનિયા’ને માણી ચૂક્યા છે. ત્યારે મંદિર પાસે તૈયાર કરાયેલી ‘જોવા જેવી દુનિયા’નો ડ્રોન નજારો.

 

જોવા જેવી દુનિયા’માં ‘થીમ પાર્ક’ માં ટેક્નોલોજી અને મલ્ટિમીડિયાના સમન્વયથી 4 D એક્સપિરિયન્સ, 3D પ્રોજેક્શન મેપિંગ, ઓડિયો-વિઝ્યુઅલ શો, વર્ચ્યુઅલ ટૂર, લાઈવ ડ્રામા, એક્ઝિબિશન અને વર્કશોપ જેવા માધ્યમો દ્વારા ‘ મૈં કૌન હું’, ‘કર્તા કૌન,’, ‘દાદા ભગવાન’, ‘વત્સલ્યમૂર્તિ નિરૂમા’, ‘ટૂર ટૂ મહાવિદેહ’ , ‘ દુનિયા દેખને કા સીધા ચશ્માં ’ જેવા શો પણ માણવા મળશે.

 
આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી મનોરંજક માધ્યમો દ્વારા હસતા-રમતા જીવનના મૂલ્યો સમજાવવા માટે અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5થી 12 વર્ષના બાળકોને ધ્યાનમાં રાખીને અનેક મનોરંજનની આકર્ષણો વસ્તુઓ બનાવામાં આવી છે. જેમાં ફક્ત બાળકો જ નહીં, વડીલો પણ મજા માણી શકશે. મંદિરની બાજુમાં બનાવેલી ‘જોવા જેવી દુનિયા’ માં ટેરિફિક ટેરી નામના એનિમેશન મૂવી દ્વારા બાળકોને પ્રમાણિકતાનું મહત્વ સમજાવવામાં આવશે.
એક તરફ જ્યાં ભૌતિક વિજ્ઞાન, મોડર્ન ટેક્નોલોજી, સોશિયલ મીડિયા અને ગેઝેટ્સની મદદથી ઇન્ફર્મેશનની ઝડપ, અવકાશ યાત્રાની લંબાઈ અને સેટેલાઈટના ટાવરોની ઊંચાઈ વધી રહી છે, ત્યાં બીજી બાજુ હાઈસ્પીડ જીવનમાં મૂલ્યો, વિચારો અને સંબંધોના ઊંડાણ ઘટી રહ્યાં છે. તે માટે દાદા ભગવાન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ફ્રી ઓફ કોસ્ટ. આવા પ્રકારની દુનિયા ઊભી કરવામાં આવી રહી છે.

ત્રિમંદિરના પ્રાંગણમાં 32 લાખ ચો.ફૂટ.ના વિસ્તારમાં નવેમ્બર 15થી 25 સુધી ઊભી થનાર આ દુનિયામાં અમેરિકા, કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, જર્મની, સ્પેન, સિંગાપોર જેવા દેશ-વિદેશમાં વસતા ભારતીયો અને વેસ્ટનર્સ પણ ભાગ લેશે. રોજેરોજ લગભગ 25,000 મુલાકાતીઓને ભોજન, તેમજ 12,500 વ્યક્તિઓને ઉતારો પૂરો પાડતા આ પ્રાંગણમાં 13,700થી પણ વધુ સેવાર્થીઓ સેવા આપશે.

 
શિક્ષણ સમિતિ અને શાળાઓના વિદ્યાર્થીઓ માટે અહીં વિનામૂલ્યે પ્રવેશનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. અહીં ખાસ સ્કૂલ બાળકોની વિઝિટ માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે બપોરના સમયે શો ચાલુ રાખવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.