ડાંગમાં મુશળધાર વરસાદથી રંગાવલી નદીમાં ઘોડાપુર, 3 મકાનો ધરાશાયી

ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે ગુજરાત સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો.સાથે જ ડાંગમાં પણ મુશળધાર વરસાદના પગલે રંગાવલી નદી બે કાંઠે વહેવા લાગી હતી. જેથી આજુબાજુના વિસ્તારોમાં એલર્ટ અપાયું હતું. પરંતુ નદીમાં ઘોડાપુરના પગલે નદી કિનારાના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જ્યારે ત્રણ કાચા મકાનો ધરાશાયી થયાં હતાં.

 

શુક્રવારે ગુજરાત પર ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત ભારે વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે હરખની હેલી સર્જાઈ છે. ત્યારે ડાંગમાં મુશળધાર વરસાદથી તારીજી સર્જાઈ છે. રંગાવલી નદી બે કાંઠે વહેતાં લોકોના ટોળાં પાણી જોવા માટે ઉમટ્યાં હતાં. ત્રણેક કાચા મકાનો ધરાશાયી થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જનજીવનને પણ માઠી અસર પહોંચી છે.

 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.