02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / દેશભરમાં 24 લાખ સરકારી નોકરી ખાલી, પણ નથી કરાઈ રહી ભરતી

દેશભરમાં 24 લાખ સરકારી નોકરી ખાલી, પણ નથી કરાઈ રહી ભરતી   05/08/2018

નવી દિલ્હીઃ સંસદમાં પૂછવામાં આવેલા જુદા જુદા પ્રશ્નોના એક જવાબમાં સામે આવ્યું કે દેશમાં એકતરફ જ્યાં બેરોજગારી અંગે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં મળીને કુલ 24 લાખ જેટલી જગ્યાઓ ખાલી પડી છે અને કોઈપણ સરકારે હજુ સુધી તેમાં ભરતી માટે પ્રયાસ કર્યા નથી.

ગત ફેબ્રુઆરી 8ન રોજ રાજ્યસભામાં પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબથી જાણવા મળે છે કે આ જગ્યાઓમાં સૌથી વધુ ખાલી જગ્યાઓ પ્રાથમિક શિક્ષકો(9 લાખ) અને માધ્યમિક શિક્ષકો(1.1 લાખ) છે. આ વેકન્સી પાછી કેન્દ્ર સરકારની યોજના સર્વશિક્ષા અભિયાનથી બિલકુલ અલગ છે. જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોને શિક્ષકોનો રેશિયો જાળવી રાખવા માટે નાણાંકીય સહાયતા મળે છે. તો ખાલી પોસ્ટ મામલે પોલીસ ફોર્સ દેશમાં બીજા નંબર છે. દેશભરની જુદી જુદી પોલીસમાં કુલ મળીને હાલ 5.4 લાખ પોસ્ટ ખાલી છે.

Tags :