વડગામના ધારાસભ્ય દ્રારા વડાપ્રધાન ઉપર અભદ્ર ટિપ્પણી કરાતા વિવાદ

કોંગ્રેસના પાટણ બેઠકના ઉમેદવારના સમર્થનમાં વડગામની સભામાં મેવાણી ભાષાની મર્યાદા ચુક્યા
 
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને આડે માંડ પાંચ દિવસ બાકી રહયા છે ત્યારે પ્રચારનો ધમધમમાટ ચરમસીમાએ પહોંચ્યો છે. દરમિયાન પાટણ બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેર સભામાં આવેલા વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતાં તાલુકામાં કચવાટ ઉભો થયો હતો.
 
‎પાટણ લોકસભાની બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જગદીશ ઠાકોરની એક જન સભા બુધવારે વડગામ ખાતે યોજવામાં આવી હતી જેમાં જગદીશ ઠાકોરે વડાપ્રધાનની છપ્પનની છાતી વિશે જણાવતા કહ્યું હતું કે છપ્પનની છાતી પુરુષને ન હોય તેવું નિવેદન આપ્યું હતું જ્યારે વડગામના અપક્ષ ધારાસભ્ય મેવાણીએ કહ્યું હતું ૨૦૧૯ની ચૂંટણી દેશમાં મનુવાદી અને ફાસીવાદી તાકાતો સામેની આ લડાઈ છે વધુમાં વડાપ્રધાન વિરુદ્ધ અભદ્ર ભાષામાં કહ્યું હતું કે ગરીબ એટલે દલિત અને મોદી એટલે પલીત જેવા શબ્દો ઉચારતા તાલુકામાં વિવાદ ઉભો થયો હતો જ્યારે મીડિયાને આડે હાથ લઈ બિકાઉ કહ્યા હતા જ્યારે દેશમાં એકજ પત્રકારને ઇમાનદાર હોવાનું સર્ટિફિકેટ આપ્યું હતું  કોંગ્રેસ ના સમર્થન માં આવેલા જીગ્નેશ મેવાણી એ પોતાના ભાષણ માં એક પણ વાર જગદીશ ઠાકોર કે કોંગ્રેસ ને જીતાડવા અપીલ કરી ન હતી માત્ર મોદી તેમજ ભાજપ ને હરાવવા દલિતો મુસ્લિમો સહિત ના ઓબીસી સમાજ ને એક થઇ હરાવવા આહવાન કર્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.