પિકનિક મનાવવા જતા 5 સ્ટૂડ્ન્ટ ને પ્રોજેકટનું બહાનું પડ્યું ભારી, ભેટવું પડ્યું મોતને

રવિવારે એક કારે તેનું સંતુલન ગુમાવવાના કારણે ડિવાઈડર સાથે અથડાઈને તેનો એક્સિડન્ટ થયો હતો. આ એક્સિડન્ટમાં કારમાં રહેલા પાંચેય વિદ્યાર્થીઓનું મોત થયું છે. મૃતકોમાં ચાર છોકરાઓ અને એક છોકરી હતી. ચાર વિદ્યાર્થીઓના મોત ઘટના સ્થળે જથી ગયા હતા. જ્યારે એક વિદ્યાર્થીનું મોત સારવાર દરમિયાન રિમ્સ હોસ્પિટલમાં થયું હતું.
 
બાસલ પોલીસ સ્ટેશનના પ્રભારી સંજયે જણાવયું કે, રાહુલ, હર્ષ, કુમારી સલોની રાજ, અનીશ સિંહ અને અભિષેક કારમાં ફરવા જતા હતા. કાર મૃતક અભિષેકના નાનીએ તેને એક મહિના પહેલાં ગિફ્ટ આપી હતી. એક્સિડન્ટ પછી અભિષેક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. તેથી તેને રિમ્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. દરેક કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ હતા.
 
સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે અંદાજે 11 વાગે એક કાર ખૂબ ઝડપથી આવતી હતી. આ દરમિયાન તે કાર ઓવરબ્રિજના ફૂટપાથ સાથે અથડાઈ. ડ્રાઈવરે ઝપપથી કારને ડાબી બાજુ વાળવાનો પ્રયત્ન કર્યો. તે દરમિયાન કાર ડિવાઈડર સાથે અથડાઈને ખૂબ ઉંચી હવામાં ઉડીને બ્રીજના ડાબી બાજુના ફૂટપાથ પર પડી હતી. એક્સિડન્ટમાં કારના ફૂરચા ઉડી ગયા હતા. કારમાં આવેલા પાંચ વિદ્યાર્થીઓમાંથી ચારનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે એક વિદ્યાર્થીનું તે દિવસે સાંજે જ સારવાર દરમિયાન મોત થયું હતું. કાર અભિષેક જ ચલાવી રહ્યો હતો.
 
સલોની રાજના પિતા વેદ વ્યાસે જણાવ્યું કે,સવારે તેમની દીકરીએ સ્કૂલનો પ્રોજેક્ટ બનાવવા માટે બહાર જવાની વાત કરી હતી. ત્યારે પિતાએ તેને નાસ્તો કરીને જવાની ટકોર કરી હતી. જ્યારે સલોનીની મમ્મી પૂછ્યું ત્યારે પણ તેણે સ્કૂલના ફ્રેન્ડઝ સાથે પ્રોજેક્ટ બનાવવા જવાની વાત કરી હતી. પહેલાં પણ તે ઘણી વખત તેના ફ્રેન્ડ્ઝ સાથે પ્રોજેક્ટના કામથી જતી હતી. જોકે આ વખતે પરિવારને ખબર નહતી કે તે પ્રોજેક્ટ બનાવવાના નામે તેના ફ્રેન્ડઝ સાથે પતરાતી ઘાટી કારમાં ફરવા ગઈ હતી. મને બપોરે ખબર પડી હતી કે બલકુદરા ઓવરબ્રિજ પર કાર એક્સિડન્ટમાં મારી દીકરીનું મોત થયું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.