ઉનાવા હોટલ આગળ ઉભેલી ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો

ઉંઝા : ઉંઝા નજીકના સુપ્રસિધ્ધ યાત્રાસ્થળ ઉનાવા ખાતે હાઈવે પર આવેલા સાહિલ હોટલ પર થોભેલ એક હરીયાણાની ટ્રકને સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરના અધિકારીઓએ ઝડપી લઈ અંદરથી ભારતીય બનાવટની દારૂની ૩ર૬૪ બાટલીઓ બે મોબાઈલફોન, રોકડ રકમ તથા ટ્રક સહિત કુલ રૂ.રપ,૩ર,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી બે ટ્રક ચાલકોની ધરપકડ કરતાં સ્થાનિક પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. 
વિગત એવી છે કે, સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરને બાતમી મળેલ કે, મહેસાણા - પાલનપુર હાઈવે પર આવેલ કોઈ હોટલ પર દારૂનો જથ્થો ભરીને પરપ્રાંતની ચોક્કસ નંબરની ટ્રક આવીને થોભેલ છે. જે આધારે સવારના સમયે સ્ટેટના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ એસ.આર.પી. સાથે હાઈવે પરની હોટલો ચેક કરતા કરતા ઉનાવા હાઈવે પર આવેલ સાહિલ હોટલ પર આવ્યા હતા. જ્યાં બપોરના પોણા બાર વાગે હોટલના પા‹કગમાં પડેલ વાહનોમાં બાતમીવાળી પરપ્રાંતની આઈસર ટ્રક મળી આવી હતી. આટ્રકની બાજુમાં ઉભેલા બે ઈસમોની પુછપરછ કરતાં તેઓ રાજસ્થાનના અલવર જીલ્લાના હોવાનું માલુમ પડ્યું હતું. બાદ ટ્રકની તલાસી લેતા તાડપત્રી નીચે અશેરા લેયરફીડની થેલીઓ નીચે ભારતીય બનાવટની વિદેશી દારૂની ૩ર૬૪ નંગ બાટલીઓનો જથ્થો સંતાડેલ હોવાનું જણાતા કિંમત રૂ.૧ર,૯૮,૪૦૦ આઈસર ટ્રક નં.એચ.આર.૭૪.બી.૬૮૧૭, બે મોબાઈલ ફોન ૧૭૦૦ રૂપિયાની રોકડ રકમ ૧૯,પ૦૦ ની કીંમતની થેલીઓ મળી કુલ રપ,૩ર,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બે ટ્રકચાલકો મોહમદ ઝાકીર મેવ રહે.આલપુર જી.અલવર રાજસ્થાન તથા અહેમદખાન આમીના મેળ ગામ માયા જીલ્લો અલવર રાજસ્થાનને પકડી પાડી ઉનાવા પોલીસ મથકે લઈ જઈ તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. દારૂના આ ગુનામાં રફીક આસમહંમદખાન ગામ નનુ તા.તાવડુ હરીયાણા, વિરેન્દ્ર રહે.હરીયાણા, ઈજમામ ઉલ હક્ક ગામ ભીવાડી તા.જી.સીલર રાજસ્થાન, સફાત રીસાલખાન ગામ મન્નાકી મન કી મેવાન હરીયાણા તથા મહેસાણા ખાતે દારૂનો જથ્થો મંગાવનારા લેનાર અજાણ્યા ઈસમ વિરૂધ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂનો જથ્થો ભરેલ ટ્રક સાબરકાંઠાથી મહેસાણા જીલ્લામાં પ્રવેશી વિજાપુર, પાલાવાસણા ચોકડી, મહેસાણા બાયપાસથી પાલનપુર હાઈવે તરફ થઈ હોટલ મરૂધર ઉપર રોકાવવા તેમજ મહેસાણાની પાર્ટી રાત્રે દારૂનો જથ્થો લેવા ઈન્કાર કરતાં સવારે ઉનાવા સાહિલ હોટલ પર આવી હતી. નવાઈની વાત એ છે કે, ઉનાવા હાઈવે પર પોલીસ ચેકપોસ્ટ છે. આ ઉપરાંત જ્યાંથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે ત્યાંથી માત્રા અડધા કિમીના અંતરે ઉનાવા પોલીસ સ્ટેશન આવેલ છે. આમ દારૂના ખેપીયાઓને જાણે પોલીસનો કોઈ જ ડર કે ભય ન હોય તેમ બિન્દાસ્ત વાહનોમાં દારૂની ખેપ મારતા હોવાનું બહાર આવ્યું છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.