02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પ્રોફેસર પતિને રેપના આરોપથી બચાવવા અમેરિકાથી આવી ગઈ પત્ની, કહ્યું- મા-ભાઈ બધા મળેલા છે

પ્રોફેસર પતિને રેપના આરોપથી બચાવવા અમેરિકાથી આવી ગઈ પત્ની, કહ્યું- મા-ભાઈ બધા મળેલા છે   18/09/2018

એચએયુના અગ્રીકલ્ચર કોલેજ ઓફ એન્જિનિયરિંગ કોલેજના એચઓડી મોહન લાલ બંસલને સુનિયોજીત તરીકે હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. ફરિયાદ કરતી છોકરી, તેની માતા અને ભાઈ સહિત અન્ય બે લોકોએ કેસ પાછો લેવાના નામે રૂ. 25 લાખ માગ્યા હતા પરંતુ છેલ્લે સોદો રૂ. 10 લાખમાં નક્કી થયો હતો. બંસલના પરિવારે પોલીસને હકીકત જણાવીને ન્યાયની માગણી કરી હતી. ત્યારપછી પોલીસ ટીમ જિલ્લાના તે ગામમાં રેડ કરીને આરોપ લગાવનાર સગીર છોકરીને પૈસા લેતા સમયે જ પકડી પાડી હતી. છોકરીની સાથે જ તેના ભાઈ, માતા અને અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ઈન્ચાર્જ પવને જણાવ્યું કે, આરોપીઓ સામે કલમ 384, 388, 389 અને 120 બી અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. દરેક આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ મોકલી દેવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે પરિવારે અમીર બનવાની લાલચમાં આ હરકત કરી છે.
 
હું એડ્વાન્સ ટેક્નોલોજી શિક્ષણ સંસ્થામાં ફાર્માસિસ્ટ છું. ત્યાં એક વિદ્યાર્થી ભણતો હતો, જેનું 2017માં ફાઈનલ યર પુરુ થયું છે. અંદાજે 10 દિવસ પહેલાં જ તેણે આરોપ કરનાર પીડિતાને તેની ધર્મની બહેન બનાવી હતી. તેણે કહ્યું હતું કે, તે પરિવારથી નારાજ થઈને ઘરેથી નીકળી ગઈ હતી. એક રાત માટે તમારા ઘરે રહેશે. હું પણ રહીશ. આવું સાંભળીને મને ખૂબ આશ્ચર્ય થયું હતું. મેં તેમને બહાર કાઢી દીદા. ખબર નહીં તેને કેવી રીતે ખબર પડી કે હું અમેરિકા જતી રહી છું. ઘરે મારા પતિ મોહનલાલ બંસલ એકલા હતા. તેનો ફાયદો લઈને તેઓ ફરી મારા ઘરે આવ્યા. પતિને કહ્યું કે, આ છોકરી ખૂબ ગરીબ છે. તમને જમાવનું બનાવી દેશે અને ઘરની સાફ સફાઈ પણ રાખશે. મારા પતિ તેમનું કાવતરું ન સમજી શક્યા અને દયા કરીને તેમને કામ પર રાખી લીધા. મોકો મળતાં જ છોકરીએ ઘરમાં હોબાળો કરીને દુષ્કર્મનો આરોપ લગાવીને પોલીસને બોલાવી હતી. પોલીસે તેના ખોટા નિવેદનથી કેસ ફાઈલ કરી દીધો. મને ઘટનાની જાણ થતાં જ હું તુરંત અમેરિકાથી હિસાર પાછી આવી. કેસની તપાસ કરી અને છોકરીની મા સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, તેઓ કેસ પાછો લેવા પણ તૈયાર છે અને આ વિશે એફિડેવીટ આપવા પણ તૈયાર છે. પરંતુ તેના માટે તેઓ 25 લાખ લેશે. સોદાબાજી શરૂ થઈ તો અંતે તે રૂ. 10 લાખમાં કેસ પાછો લેવા માટે તૈયાર થઈ ગઈ હતી. અમે આ માહિતી પોલીસને પણ આપી, જેથી તેઓ સમયે દરોડા પાડવા માટે તૈયાર રહે. આમ અમે તેના ગામ જઈને જ્યારે સોદો કરતાં હતા ત્યારે પોલીસ ત્યાં પહોંચી ગઈ. ત્યારે ખબર પડી કે તે છોકરી બીજી કોઈ નહીં પરંતુ મારા સ્ટૂડન્ટના મિત્રની બહેન હતી.

Tags :