નવા વર્ષની શરૂઆતમાં જ રાધણગેસના ભાવમાં વધારો, જાણો કેટલો છે ભાવ

નવા વર્ષમાં જાન્યુઆરી ૨૦૨૦થી ગેસ સિલિન્ડરની કિંમતમાં વૃદ્ધિ થઇ છે. સતત ચોથા મહિને રાંધણ ગેસની કિંમતની કિંમતમાં વધારો થયો છે, જેમા સામાન્ય માણસને ઝટકો વાગ્યો છે. દેશના પ્રમુખ મહાનગરોમાં સબસીડિ વગરના ગેસ સિલિન્ડરમાં લગભગ ૧૯ રૂપિયા મોંઘો થયો છે.આજથી દિલ્હીમાં ૧૪.૨ કિલોના સબસિડીવાળા સિલિન્ડર માટે તમારે ૭૧૪ રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. કોલકાતામાં તેની કિંમત ૭૪૭ રૂપિયા છે. ત્યાં જ મુંબઇ અને ચેન્નઇમાં ૧૪.૨ કિલોના સબસિડીવાળા સિલિન્ડરની કિંમત ક્રમશઃ ૬૮૪.૫૦ અને ૭૩૪ રૂપિયા છે. ત્યાં જ ૧૯ કિલોગ્રામ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ૧૨૪૧ રૂપિયા થઇ ગઇ છે. કોલકાતામાં ૧૩૦૮ રૂપિયા, મુંબઇમાં ૧૧૯૦ રૂપિયા અને ચેન્નઇમાં તેની કિંમત ૧૩૬૩ રૂપિયા થઇ ગઇ છે. અમદાવાદમાં ૭૦૮ રૂપિયા સિલિન્ડર માટે ચુકવવાના રહેશે.ડિસેમ્બરમાં દિલ્હીમાં ૧૪.૨ કિલોના સબસિડી વગરના સિલિન્ડર માટે ૬૯૫ રૂપિયાની ચૂકવણી કરવાની રહેતી હતી. કોલકાતામાં તેની કિંમત ૭૨૫.૫૦ રૂપિયા હતી અને ત્યાં જ મુંબઇ અને ચેન્નઇમાં ૧૪.૨ કિલો સબસિડી વગરના સિલિન્ડરની કિંમત ક્રમશઃ ૬૬૫ અને ૭૧૪ રૂપિયા હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.