તલાટીઓની માંગણીઓ સ્વીકારાઇ : પંચાયત વિભાગના સર્કલ ઇન્સ્પેકટરની જગ્યાઓ અપગ્રેડ

 
તાજેતરમાં પંચાયતી તલાટીઓ બેમુદતી હડતાલ ઉપર ગયા હતા. આ પછી સરકારે ખાત્રી આપી અને હવે ઠરાવ જાહેર કર્યો છે. આ વિભાગના તા. ર૪-૧૦-ર૦૧૭ના ઠરાવથી પંચાયત વિભાગ હસ્તકના સર્કલ ઇન્સ્પેકટરની જગ્યાઓ અપગ્રેડ કરી વિસ્તરણ અધિકારી (પંચાયત) તરીકે ગણવા હુકમો કર્યા છે તથા આ હુકમમાં ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવા બાબતે મહત્વની અકિલા શરતો જાહેર કરાઇ છે. જેમાં તા. ૧-૧-ર૦૧૬ પહેલા જે કર્મચારીઓને પ્રથમ અને દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધોરણ મળેલ છે. તેમના કિસ્સામાં હવે ઉચ્ચત્તર પગાર સુધારણાના કેસો ઉખેળવાના રહેશે નહીં. મંડળ પાસેથી તેમજ વ્યકિતગત આ પ્રકારની બાંહેધરી લેવાની રહેશે. તા. ૧-૧-ર૦૧૬ બાદ દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધોરણ જો કોઇ કર્મચારીને મળવાપાત્ર થતું હોય તેવા કિસ્સામાં આ રીતે ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરતા જુનિયર કર્મચારીઓનો પગાર તેમના સીનિયર કર્મચારીઓના પગાર કરતા વધી ન જાય તે ધ્યાને રાખીને જ મંજુર કરવાનું રહેશે. આ પાછળનું કારણ એ છે કે જુનિયર કર્મચારીઓ કે જેઓને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ રૂ. ૧,૯૦૦/-ગ્રેડ પે માંથી રૂ. ર,૪૦૦/- ગ્રેડ પે મળે છે અને મર્જર બાદ તેઓને તેમની દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધોરણની જગ્યાનું પગાર ધોરણ તેમની પાત્રતાની તારીખ પહેલા મળી જાય છે આમ તેઓના કિસ્સામાં મર્જરનેક કારણે રૂ. ર૮૦૦/-નો ગ્રેડ પે નો લાભ વહેલો મળતો હોઇ દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધોરણ બાબતે આવી શરત રાખવી યોગ્ય બનશે જેથી કરીને સીનિયર તલાટી કરતા તેઓને વધુ ઉચું પગાર ધોરણ ન મળે અને પગાર વિસંગતતાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. સર્કલ ઇન્સ્પેકટર તથા વિસ્તરણ અધિકારી (પંચાયત)ની જગ્યાઓ તા. ૧-૧-ર૦૧૬થી મર્જ થતા પગાર બાંધણી સંદર્ભે જો કોઇ જુનિયર કર્મચારીનો પગાર સીનિયર કર્મચારી કરતા વધુ થાય તો સ્ટેપીંગ અપનો લાભ મળવાપાત્ર થશે નહીં. સરકારે મહત્વનો ઠરાવ પણ જાહેર કર્યો છે, જેમાં સર્કલ ઇન્સ્પેકટર વર્ગ-૩ ની જગ્યાઓને વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં અપગ્રેડ, કરવા બાબતના વિભાગના તા. ર૪-૧૦-ર૦૧૭ ના ઠરાવની શરતો કરાઇ છે, અને તા. ૧-૧-ર૦૧૬ ની સ્થિતીએ પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે તેવા કર્મચારીઓના કિસ્સામાં તા. ૧-૧-ર૦૧૬ ની સ્થિતીએ રૂ. ૪,ર૦૦ ગ્રેડ પે વાળા પગાર ધોરણમાં પગાર બાંધણી કર્યા બાદ સાતમા પગાર પંચ મુજબનો પગાર નકકી કરવાનો રહેશે. આ ઉપરાંત તા. ૧-૧-ર૦૧૬ ની સ્થિતિએ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળેલ હોઇ તેવા કર્મચારીઓના કિસ્સામાં તા. ૧-૧-ર૦૧૬ ની સ્થિતિએ રૂ. ર,૮૦૦ ગ્રેડ પે વાળા પગાર ધોરણમાં પગાર બાંધણી કર્યા બાદ સાતમા પગાર પંચ મુજબનો પગાર નકકી કરવાનો રહેશે. ત્થા પગાર બાંધણીના કારણે જો કોઇ કિસ્સામાં જૂનીયર કર્મચારીનો પગાર સીનીયર કર્મચારી કરતાં વધી જતો હોય તેવા કિસ્સામાં નાણા વિભાગની પ્રવર્તમાન સુચનાઓ અનુસાર સ્ટેપીંગ અપનો લાભ મળવાપાત્ર થશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.