સૂઇગામની સોનેથ ગ્રામ પંચાયતે દારૂ વિરુદ્ધ જંગ છેડ્યો : બુટલેગરોને જાહેર આપી નોટિસ

સૂઇગામ તાલુકાની સોનેથ ગ્રામ પંચાયતે દારૂ વિરુદ્ધ જંગ છેડ્યો છે.આખી પંચાયતે જાહેર નોટીસ આપી સમયમર્યાદામાં દારૂનું ઉત્પાદન અને ખરીદ વેચાણ બંધ કરવા આદેશ કર્યો છે. દારૂને કારણે યુવાધન બરબાદ થતું હોઇ ગ્રામ પંચાયતે આવકારદાયક નિર્ણય લઈ પોલીસને બદલે સ્વયં આગળ આવ્યા છે. જાહેર નોટીસને પગલે બુટલેગરોમાં અફરાતફરી મચી છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકાના સોનેથ ગામે દારૂ-જુગારની પ્રવૃતિઓ વધી રહી છે. અસમાજિક પ્રવૃત્તિઓના લીધે યુવાપેઢીને પારાવાર નુકસાન પહોંચેલ છે. નાની ઉંમરના યુવાન રવાડે ચડી જતાં કેટલીય મહિલાઓ માનસિક ત્રાસ મથી પીડાઇ રહી છે. આ સાથે સાંજ પડતાંની સાથે કેટલાયના ઘરોમાં ઝગડા કંકાશ ઉભા થાય છે. દારૂ જુગારને લીધે ગામમાં અંદરોઅંદર કોમવાદ, વિખવાદ તેમજ લડાઈ ઝઘડા થાય છે. જેને લઈને ગામ સમરસ બની શક્યું નથી. આગામી 15 દીવસમાં દારૂ જુગારની પ્રવૃતિઓ બંધ નહિ થાય તો ગ્રામજનોના સહયોગથી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.