ખોડા ચેકપોસ્ટ પરથી બીએસએફ દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

લોકસભાની ચૂંટણીને લઈ રાજસ્થાન તરફથી ગુજરાતમાં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાથી ગુજરાત રાજસ્થાન બોર્ડર પર પોલીસ જવાનોની સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ )ના જવાનો પણ પહેરો લગાવી રહયાયા છે. ત્યારે બીએસએફના જવાનોએ નાકાબંધી દરમિયાન બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખોડા ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કરી રૂપિયા 29.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
 
લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ખોડા ચેકપોસ્ટ પર બીએસએફની 37મી બટાલિયન પહેરો ભરી રહી છે. ત્યારે બીએસએફની 463 બટાલિયનના કમાન્ડન્ટ વિનોદકુમારને મળેલી બાતમી આધારે જી.બ્રાન્ચની સૂચના આધારે 37મી બટાલિયનની નાકા પાર્ટીના જવાનો કોન્સ્ટેબલ પી.મુરુગન, કોન્સ્ટેબલ મનીષસિંગ, કોન્સ્ટેબલ પ્રદિપ સરકાર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાતા પંજાબ તરફથી આવી રહેલી ટ્રક નંબર PB 05 L 9573 ને રોકી તપાસ કરતા તેમાંથી ભૂંસાની આડમાં વિદેશી દારૂ ભરેલો હતો. બીએસએફના જવાનોએ  દારૂની કુલ 3624 નંગ બોટલ કિંમત રૂપિયા 18.12.000 તેમજ રૂ. 10 લાખની કિંમતની ટ્રક, બે મોબાઈલ ફોન અને ભુસા સહિત કુલ રૂપિયા 29,79,500 નો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવર હરદીપસિંહ બલકારસિંગ રહે. પંજાબ અને ગુરવિંદરસિંહ સાવનસિંહ રહે. પંજાબ ની ધરપકડ કરી હતી.
 
આ બાબતે બીએસએફ દ્વારા થરાદ પોલીસને મુદ્દામાલ તેમજ આરોપીઓ સોંપી વધુ કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.