વાવ પંથકની નર્મદા કેનાલોમાં પાણી છોડવા કોંગ્રેસનું ‘અલ્ટીમેટમ’

વાવ : સરહદી વાવ તાલુકામાં દુષ્કાળની પરિÂસ્થતિ હોઈ જે અનુસંધાને સરકારે તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરેલ છે. જે મુદ્દે વાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઠાકરસીભાઈ રબારીએ કોંગ્રેસ કાર્યકરો સાથે ગતરોજ વાવ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે,સરહદી વાવ પંથકને સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલ છે. તેમ છતાં અછતના કામો શરૂ થતા નથી. ઘાસડેપોમાં પુરતું ઘાસ હોતુ નથી. તેમજ નર્મદા કેનાલ અને માઈનોર ડીસ્ટ્રીબ્યુટર કેનાલોમાં  પાણી છોડવામાં આવે જેથી કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુધન નભી શકે. સત્વરે માઈનોર અને ડીસ્ટ્રીબ્યુટર કેનાલોમાં પાણી નહી છોડવામાં આવે તો આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની કોંગ્રેસ પ્રમુખ ઠાકરસીભાઈ રબારીએ ચીમકી ઉચ્ચારી છે.  જે પ્રસંગે વાવ તા.કોંગ્રેસ પ્રમુખ ઠાકરસીભાઈ રબારી, પૂર્વ મહામંત્રી ભુરાજી પશુજી વેંઝીયા વાવ તા.પં.ચાયત ડેલીગેટ પૃથ્વીરાજ સોલંકી, લાલાભાઈ પરમાર યુથ કોંગ્રેસ વાવ તા.મહામંત્રી, ધેંગાભાઈ રાજપુત (વાવડી), ભરતભાઈ (વાવડી) સહીત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.