02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / દિયોદરમાં હડકાયા ભૂંડે બે વ્યક્તિ પર હુમલો કર્યો, બંદૂકથી ફાયરિંગ કરી ઠાર મરાયું

દિયોદરમાં હડકાયા ભૂંડે બે વ્યક્તિ પર હુમલો કર્યો, બંદૂકથી ફાયરિંગ કરી ઠાર મરાયું   29/06/2019

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચમનપુરા ગામમાં એક હડકાયા ભૂંડે બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને બંનેને ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાના બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ભૂંડના કારણ ડરનો માહોલ છવાયો હતો. ભૂંડ અન્ય લોકોને ઈજા ન પહોંચાડે તે માટે ભૂંડને દેશી બંદૂકથી ફાયરિંગ કરીને ઢાર મરાયું હતું.
 
ચમનપુરામાં હડકાયા ભૂંડને મારવા માટે ટોળું ઉમટી પડ્યું હતું. ભૂંડ ઈજાઓ પહોંચીને ભાગીને ગયું હતું તે જગ્યાએ ટોળાઓમાં સામેલ એક શખ્સે દેશી બંદૂકથી ભડાકા કર્યા હતા. જેને પગલે જીવ બચાવવા ભાગેલું ભૂંડ પર આગળ ઊભેલા એક વ્યક્તિએ તેના પર ધારિયાથી વાર કર્યો હતો. જેને પગલે ત્યાંથી ભૂંડ ટોળા તરફ ઘસી ગયું હતું. જ્યાં તેના પર ધારિયા અને કુહાડીથી હાજર લોકોએ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યું હતું.

Tags :