શામળાજી પોલીસે ૨૪ કલાકમાં જ દારૂ ભરેલી ત્રણ ટ્રક અને એક કાર ઝડપી

અરવલ્લી બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા મરણિયા બન્યા હોય એર સ્ટ્રાઈકના પગલે રતનપુર ચેકપોસ્ટ પર સઘન પેટ્રોલિંગ અને વાહનોનું ચેકીંગ હોવા છતાં વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ રહેતા બુટલેગરો જાણે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રનો ખોફ ના હોય તેમ બિન્દાસ્ત જણાયા હતા શામળાજી પી.એસ.આઈ એમ.પી.ચૌહાણ અને તેમની ટીમે ૨૪ કલાકમાં ૧ ટ્રક,૧ લકઝુરિયસ કાર અને ૨ ટ્રક-કન્ટેનર માંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઘસડવાનો પેતરો નિષ્ફળ બનાવી સપાટો બોલાવ્યો હતો 
અરવલ્લી જીલ્લાની શામળાજી નજીક આવેલી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં વિદેશી દારૂ ઘુસાડવા સેફ હેવન માનવામાં આવે છે શામળાજી પોલીસ સ્ટેશન પી.એસ.આઈ એમ.પી.ચૌહાણ અને તેમની ટીમે ૨૪ કલાકમાં ચેકપોસ્ટ નજીકના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથધરી ૧ કાર અને ત્રણ ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતા વિદેશી દારૂ ક્યાં રાખવો તેની મૂંઝવણમાં મુકાવવું પડ્‌યું હતું 
શામળાજી પોલીસે વેણપુર ગામ નજીક ટ્રક (ગાડી નં-ૐઇ ૩૯છ ૯૦૬૬ ) ને અટકાવી કન્ટેનરમાં ગુપ્ત ખાનું બનાવી સંતાડેલી વિદેશી દારૂ બોટલ નંગ-૧૮૦૦ કીં.રૂ. ૫૪૦૦૦૦/- જપ્ત કરી ટ્રક ચાલક અશોક મહેન્દ્ર સીંગ જાટ ની ધરપકડ કરી ટ્રકની કીં.રૂ ૧૦૦૦૦૦૦/- તથા મોબાઈલ-૧ કીં.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૧૫૪૧૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથધરી હતી ત્યારે અણસોલ ગામની સીમ માંથી શક્તિસિંહ મહેન્દ્ર સિંહ રાઠોડ (રહે, ઉદાવતો કી પોલ બોનાંઝાકુડી, પાલી રાજસ્થાન ) સ્કોડા કારમાં વિદેશી દારૂ ભરી પસાર થતા શામળાજી પોલીસે ધરપકડ કરી કાર માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૯૬ કીં.રૂ ૩૦૭૨૦ જપ્ત કરી કારની કીં.રૂ.૩૦૦૦૦૦/- તથા મોબાઈલ-૧ મળી કુલ રૂ.૩૩૧૭૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બ્યાવારના ટેકેદાર મેવાડજી અને અમદાવાદના હમંત સિંહ રાજપૂત ને વિદેશી દારૂ ભરી આપવામાં મદદગારી કરતા કાર ચાલક ની ધરપકડ કરી ત્રણે શખ્શો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
   ટ્રક કન્ટેનરમાં પશુ આહારની આડમાં નરેશ હેમેન્દ્ર રાજપૂત અને સુરેન્દ્રસિંગ હેમરાજ રાજપૂત ની ધરપકડ કરી વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૨૪ કીં.રૂ ૫૪૭૨૦૦/- નો વિદેશી દારૂ જપ્ત કરી, મોબાઈલ-૧ કીં.રૂ.૨૦૦૦/- તથા ટ્રકની કીં.રૂ.૧૦૦૦૦૦૦/- મળી કુલ રૂ.૧૫૪૯૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથધરી હતી ત્યારે વધુ એક ટ્રક-કન્ટેનર માંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાતા શામળાજી પોલીસે વિદેશી દારૂની ગણતરી હાથધરી હોવાનું શામળાજી પોલીસે જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.