રૈયા ગામે ખાનગી પ્રેક્ટીસ કરતા તબીબ સામે પોલીસ ફરીયાદ

તાલુકા પ્રતિનિધિ દીઓદર : દીઓદર તાલુકામાં બોગસ ડોક્ટરોની બોલબાલા છે. ગામે બોગસ ડોક્ટરોની હાટડીઓ ખુલી છે. તાલુકા બ્લોક હેલ્થ ઓફીસરની અમીનજર કે વજન તળે લોકોના આરોગ્ય સાથે ભારે ચેડાં થઈ રહ્યાં છે. ત્યારે જીલ્લા હેલ્થ અધિકારીની સક્રીયતા અને લોકપયોગી કામગીરીને કારણે જાણે કે નધણિયાતું થઈ ગયેલું આરોગ્યતંત્ર સાવધાન થઈ રહ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ગતરોજ દીઓદર તાલુકાના રૈયા ગામે કૌશીક ત્રિવેદીને ખાનગી પ્રેકટીસ કરતાં ઝડપેલ ત્યારે આજ ગામમાં બોગસ ડોક્ટર ધ્યાનમાં નહીં આવ્યો હોય કે શું ? કહેવાય છે કે રૈયામાં સરકારી ડોક્ટર પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા હશે તે શું બ્લોક હેલ્થ ઓફીસરની અજાણમાં હશે ? મેડીકલ ઓફીસર પકડાયા બાદ હવે બોગસ ડોક્ટર સામે ફરીયાદ કરવાની નોબત કેમ આવી ? શું ચાલીતી આ ગતિવિધિ થી બ્લોક ઓફીસર અજાણ હશે ? કે પછી કોઈ વજન તળે દબાયેલા  હતા...?
દીઓદર તાલુકાના રૈયા ગામે દિલીપભાઈ ડાયાભાઈ પ્રજાપતિ નામનો ઈસમ બોગસ ડોક્ટર બની ખાનગી પ્રેક્ટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની ફરીયાદ સામે રૈયા મેડીકલ ઓફીસરે દીઓદર પોલીસ મથકે આ ઈસમ વિરૂધ્ધ ફરીયાદ નોધાવેલ છે. દીઓદર પોલીસ મથકે દિલીપભાઈ પ્રજાપતિ (રહે.કાંસા તા.સરસ્વતી)સામે ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ૩પ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. રૈયા ગામે વરસોથી આ બોગસ ડોક્ટર પ્રેક્ટીસ કરી લોકો સાથે આરોગ્યનાં ચેડાં કરી રહ્યો હતો. તે રૈયા મેડીકલ ઓફીસરથી અજાણ હતું કે શું ?        
                                                                                                         
                                                                                                                                                                                                             અશોક શેઠ 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.