આણંદ જિલ્લાના રહેવાસી બાબુભાઇ પરમારના ઘરે દોઢ વાગ્યે ખાટલા નીચે આવ્યો મહાકાય મગર

ગુજરાતના આણંદ જિલ્લાના રહેવાસી 30 વર્ષીય ખેડૂત બાબુભાઇ પરમાર ત્યારે દંગ રહી ગયા જ્યારે તેમણે રાત્રીના દોઢ વાગે પોતાના ખાટલા નીચે બે ડરામણી ભયાનક આંખો જોઇ. આ આંખો એક માદા મગરની હતી. જે તેમના ખાટલા નીચે આરામ કરી રહી હતી. ખેડૂત તેને જોઇ ખુબ જ ડરી ગયો. પછી પોતાને સંભાળી જેમતેમ કરી ત્યાંથી બહાર નીકળી ગયા. અને ગ્રામજનોને તેની માહિતી આપી. બાદમાં ગ્રામપ્રધાન અને વન વિભાગની ટીમની મદદથી મગરને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવ્યો.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, માલાતાજ ગામનો રહેવાસી ખેડૂત બાબુભાઇ પરમાર રોજ માફક પોતાના ખાટલા પર સૂઇ રહ્યા હતાં. રાત્રીના દોઢ વાગ્યે લગભગ કૂતરાઓના ભસવાનો અવાજના કારણે તેમની ઉંઘ ઉડી ગઇ. આ દરમિયાન અડધા જાગેલા પરમારે પોતાના ખાટલાની આરપાર જોયું તો તેમને એક માદા મગર નજર આવી. આ જોઇ ડરથી કાંપી રહેલા પરમાર ત્યાંથી જેમતેમ કરી બહાર નીકળ્યા અને ગ્રામજનોને તેની માહિતી આપી.
 
બાદમાં વન વિભાગ અને ગ્રામજનોની મદદના કારણે મગરને ખાટલાની નીચેથી બહાર નીકાળવામાં આવ્યો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.