5 લાખનું દેવું થયું રૂ. 11.5 લાખનું, મહિલા વ્યાજ ન ભરી શકતા વ્યાજખોર બન્યો હવસખોર

એક ગામમાં 17 વર્ષની સગીર છોકરીએ સાહુકાર દ્વારા યૌન શોષણ કરવામાં આવતું હોવાથી દુખી થઈને ઝેર ખઈ લીધું છે. તેને ગંભીર સ્થિતિમાં હોશિયારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીડિતા 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે સુસાઈડ નોટમાં સાહુકારને આરોપી ગણાવ્યો છે.
 
પોલીસે પીડિતાનું નિવેદન નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. જ્યારે આ કેસમાં પીડિતાની માનું કહેવું છે કે, આરોપીએ તેને રૂ. પાંચ લાખ ઉધાર આપ્યા હતા અને મહિલા તેનું વ્યાજ દર મહિને ચૂકવતી હતી તેમ છતાં વ્યાજખોરે તેને પોતાની હવસનો શિકરા બનાવી હતી. બીજી બાજુ વ્યાજખોરનું કહેવું છે કે, મહિલા તેને પૈસા પાછા આપવા નહતી માગતી તેથી તેના ઉપર આવા આરોપ લગાવવામાં આવ્યા છે. એસએસપી જે. ઈલન ચેજિયનનું આ વિશે કહેવું છે કે, તેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. હાલ કોણ સાચું છે અને કોણ ખોટું તે તપાસ પછી જ ખબર પડશે.
 
સીવિલમાં દાખલ પીડિતાની માએ જણાવ્યું કે, તેમણે 2013માં બોહણના એક સાહુકાર પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તે દર મહિને તેનું રૂ. 15,000 વ્યાજ ચૂકવતી હતી. તેમ છતા આરોપી તેને ગંદી નજરે જોતો હતો. એક દિવસ સાહુકારે તેની સાથે જબરજસ્તી સંબંધ બનાવ્યા અને તેનો વીડિયો પણ ઉતારી લીધો. ત્યારપછી આરોપી તેને જલદી પૈસા ચૂકવવા માટે અને નહીંતો શારીરિક સંબંધ રાખવા માટે બ્લેકમેલ કરતો હતો. જ્યારે મહિલા તેનો વિરોધ કરતી ત્યારે તે વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ રીતે બ્લેકમેલ કરીને સાહુકાર રોજ તેનું શારીરિક શોષણ કરતો હતો.
 
પીડિતાની માએ જણાવ્યું કે, બદનામ થવાના ડરથી તેણે આ વાત કોઈને નહતી કહી. પરંતુ જ્યારે સાહુકારે તેની દીકરી સાથે સંબંધ બનાવવા માટે તેના ઉપર દબાણ કર્યું ત્યારે મહિલાએ 24 જુલાઈ 2017ના રોજ લેખીતમાં એસએસપીને ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે કોઈ તપાસ ન કરી. તે દરમિયાન તેણે કુલ ત્રણ વાર પોલીસને ફરિયાદ કરી પરંતુ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નહીં. તેની દીકરી આ મામલે પહેલાં પણ એક વખત હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. આ મહિલાની બે દીકરીઓ છે. બીજી દીકરી નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે.
 
સગીરાએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, તે સાહુકારથી તંગ આવી ગઈ છે. સુસાઈડ નોટમાં લખ્યું છે કે, આરોપી તેની સાથે સંબંધ બનાવવા માટે મજબૂર કરી રહ્યો છે. તે તેના મિત્રો સાથે મળીને રોજ રસ્તામાં તેને પરેશાન કરે છે. તે મને ધમકી આપે છે કે, તેને કોઈનો ડર નથી લાગતો. કારણકે પંજાબમાં તેની પાર્ટીની સરકાર છે. તેની પાસે એટલા પૈસા છે કે, તે કઈ પણ કરી શકે છે. હવે મારા જીવનું જોખમ છે, હવે મારું ભણવામાં મન નથી લાગતો. સાહુકાર ગમે ત્યારે તેની સાથે ખરાબ વર્તન કરી શકે છે. પોલીસને ફરિયાદ કરી પરંતુ તેઓ કઈં કરતી નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.