એક મા પોતાની 13 વર્ષની દીકરીને કિડની ડોનેટ કરીને બીજી વખત જન્મ આપશે. આ મામલો ગુરદાસપુરના સોઢી દંપતી અને તેમની એક માત્ર પુત્રી મુસ્કાનનો છે. તેમના કેસના બુધવારે ગુરૂનાનક દેવ હોસ્પિટલમાં થયેલી કિડની કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. દીકરીઓને ભાર સમજીને ગર્ભમાં જ મારી નાખનારાઓ માટે આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગુરૂનાનક દેવ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને કિડની કમિટીના ચેરમેન ડો. સુરિંદર પાલે ઓફિસમાં થયેલી કમિટીની બેઠકમાં કુલ આઠ કેસ પહોંચ્યા જેમાંથી 3 કેસમાં કિડની ટ્રાંસપ્લાન્ટની મંજૂર આપવામાં આવી છે. જેમાંથી એક કેસ મુસ્કાનનો હતો. મુસ્કાનની મા સીતોએ દીકરીનું જીવન બચાવવા માટે પોતાની કિડની આપવાનો પ્રસ્તાવ કર્યો, જેને દસ્તાવેજના આધારે મંજૂરી આપવામાં આવી છે.
સીતોએ જણાવ્યું કે, તેને બે બાળકો છે. પુત્ર મોટો છે અને મુસ્કાન નાની. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. એક દિવસ મુસ્કાનને સામાન્ય તાવ આવ્યો તો તેઓએ ઘરની પાસે આવેલી કેમિસ્ટને દેખાડીને દવા લઈ લીધી. તે દવાનું રિએકશન આવ્યું તો કેમિસ્ટે બીજી દવા આપી જે હાઈપાવરની હતી. કેટલાંક દિવસ દવા ખાધા બાદ પણ મુસ્કાનની તબિયત સારી ન થઈ તો તેને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં તપાસ કરાવતા ખ્યાલ આવ્યો કે તેની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે.
મુસ્કાનની માતા સીતોએ કહ્યું કે, તાવને મામૂલી બીમારી સમજીને અજાણ્યા ડોકટરના ચક્કરમાં પડવાના કારણે દીકરીની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ. પિતાએ કિડની આપવાની ઈચ્છા વ્યકત કરી પરંતુ તેનું બ્લડ ગ્રુપ મેચ ન થયું. જે બાદ તેઓએ તપાસ કરાવી તો માતા સીતોએ તપાસ કરાવી તો તેનું બ્લડ ગ્રુપ દીકરી મુસ્કાન સાથે મેચ થઈ ગયું.
સીતો કહે છે કે, પહેલાં મેં મુસ્કાનને જન્મ આપ્યો અને હવે કિડની આપીને તેને બીજીવખત નવજીવન આપીશ કેમકે એક સ્ત્રી હોવાના કારણએ હું સારી રીતે સમજુ છું કે દીકરીઓ તો રબનું રૂપ હોય છે જે એક નહીં બે-બે ઘરને આબાદ કરતી હોય છે.
Tags :