02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / લોકસભાના અધ્યક્ષ પદ માટે એનડીએના બિડલાની ઉમેદવારી

લોકસભાના અધ્યક્ષ પદ માટે એનડીએના બિડલાની ઉમેદવારી   19/06/2019

નવી દિલ્હી : ૧૭મી લોકસભામાં એનડીએ દ્વારા લોકસભા અધ્યક્ષ પદ માટે પોતાના ઉમેદવાર નક્કી કરી લીધા છે. સુત્રોના કહેવા મુજબ રાજસ્થાનના કોટા-બુંદી લોકસભા ક્ષેત્રમાંથી ભાજપના સાંસદ ઓમ બિડલા લોકસભા સ્પીકર પદ માટે ઉમેદવાર રહેશે. લોકસભા સચિવાલયના સુત્રોએ કહ્યું છે કે, આ હોદ્દા માટે બિડલા તરફથી તેમની દાવેદારીની નોટિસ મળી ગઈ છે. રાજસ્થાનના ૧૩મી લોકસભાની અવધિ દરમિયાન તેઓએ ૫૦૦ સવાલ કર્યા હતા. વિધાનસભામાં ચર્ચા દરમિયાન સક્રિયરીતે હિસ્સો લેવા બદલ બિડલાને સન્માન મળ્યું હતું અને તેમનું નામ સંસદમાં તારલામાં સામેલ કરવામાં આવ્યા હતા. રાજનેતા હોવાની સાથે સાથે ઓમ બિડલા એક કારોબારી પણ રહ્યા છે. કેન્દ્રની રાજનીતિમાં આવતા પહેલા બિડલા રાજસ્થાનની રાજનીતિમાં સક્રિય રહ્યા છે.

Tags :