ગુજરાત / મુન્દ્રા બંદર પર ૨ અમેરિકન મિલેટ્રી ગ્રેડ લોન્ચિંગ ગિયર મળ્યા, સૈન્ય ઉપકરણોની ચોરીની શંકા

ગુજરાતના મુન્દ્રા બંદર પર અમેરિકામાં બનેલા બે મિલેટ્રી ગ્રેડ લોન્ચિંગ ગિયર મળ્યા છે. લગભગ ૧૧ હજાર કિલો વજનના આ બંને ઉપકરણો ખાલી કંટોનર્સમાં રાખવામાં આવ્યા હતા. અધિકારીઓએ ૨૦ ડિસેમ્બરના રોજ ખાલી કન્ટેનર્સની તપાસ દરમિયાન તેને જપ્ત કર્યા હતા. તેનો ઉપયોગ વિમાનવાહક જહાજમાંથી ફાઇટર પ્લેનને ઉડાડવા દરમિયાન થાય છે. અધિકારીઓએ આ સૈન્ય ઉપકરણોની ચોરીનો મામલે હોવાની શંકા વ્યક્ત કરી છે.સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર દુનિયામાં માત્ર બે કંપનીઓ જ આ પ્રકારના ઉપકરણ બનાવે છે. અમેરિકામાં આવેલી બોઇંગ અને યુરોપની એરબસ કંપનીમાં જ આ ઉપકરણ બને છે. મુન્દ્રામાં જપ્ત કરવામાં આવેલા ઉપકરણ અમેરિકામાં બનેલા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બંને લોન્ચિંગ ગિયર ન્યૂયોર્ક બંદરથી ૮ નવેમ્બરે મોકલવામાં આવ્યા હતા. એમેરિકાની ડીએચએલ ગ્લોબલ ફોરવર્ડિંગ કંપનીએ તેનું બુકિંગ કર્યું હતું. તેને રોયલ સાઉદી લેન્ડ ફોર્સિસ માટે મોકલવામાં આવતા હોવાની માહિતી આપવામાં આવી હતી. શિપમેન્ટ પર ડિલીવરી માટે સરનામુ- પ્રિન્સ સુલ્તાન રોડ, ૐડ્ઢઉરૂ ૧૫૬ સાઉદી અરબ છે. એવામાં ૧૦૭૯૦.૯૦ કિલો વજનના ઉપકરણ ભારત કેવી રીતે પહોંચ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપકરણોને 'હાપાંગ-લૉયડ અત્કીનેગેલશાફ્ટ' કંપનીના 'ક્યોટો એક્સપ્રેસ' નામના જહાજ પર લાવવામાં આવ્યા હતા. પરંતુ જેદ્દા બંદર પર આ ઉપકરણો ઉતારવા અંગે કોઇ માહિતી નથી મળી. આ જહાજને ભારત પહોંચ્યા પહેલા પાકિસ્તાનના કરાચી સહિત ૫ બંદરો પર લંગારવામાં આવ્યું હતું. જ્યારે જહાજ મુન્દ્રા પહોંચ્યું તો અધિકારીઓને 'ખાલી' ના લેબલ લાગેલા કંટેનર્સમાં ઉપકરણો મળી આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે પ્રાથમિક તપાસમાં આ સૈન્ય ઉપકરણોની ચોરીનો મામલો લાગી રહ્યો છે, પરંતુ સઘન તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઇ શકશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.