બનાસકાંઠામાં બિનઅધિકૃત રીતે ધીરધાર કરતા તત્વો ભૂગર્ભમાં

ડીસા : બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કુડા ગામના ઘાતકી હત્યા કાંડમાં આખરે અપેક્ષા મુજબ વ્યાજખોરોની સંડોવણી પોલીસે પુરવાર કરી છે તેથી વ્યાજખોરોનો બિહામણો અને ભયાનક ચહેરો પણ ખુલ્લો પડી ગયો છે ત્યારે સંભવિત પોલીસ કાર્યવાહીથી બચવા વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા  મળે છે.
ડીસા - લાખણી સહિત જિલ્લાભરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે નાણાં ધીરધારનો ગોરખ ધધો ધમધમી રહ્યો છે સરકારના નિયમ મુજબ તેના માટે લાયસન્સ ફરજીયાત લેવું પડે છે અને શરાફી વ્યાજ દર માસિક ૨ ટકાથી વધુ વસૂલી શકાતો નથી તેમછતાં માથાભારે તત્વો મજબુર લોકોની ગરજ મુજબ ૧૦ થી ૫૦ ટકા માસિક વ્યાજ વસુલ છે તે પણ એક મહિનાનું અગાઉથી જ વ્યાજ કાપીને મૂડી આપે છે ઉપરથી સિક્યુરિટી પેટે જમીન મકાન કે મિલકતનું બનાખત અને સાહિવાળા કોરા ચેક પડાવી લે છે એટલું જ નહીં, આ તત્વો નાના અને અભણ ખેડૂતોના પુત્રો અથવા જેની ચૂકવી શકવાની કેપિસિટી ન હોય તેને પણ દિવસના ૫૦૦ થી ૧૦૦૦ રૂ.ના વ્યાજથી એક લાખ આપે છે આટલા ઊંચા વ્યાજના કારણે તેમની મૂડી માત્ર છ મહિનામાં વસુલ થઈ જાય છે પરંતુ વ્યાજનું વિષચક્ર ચાલુ રહેતા મૂડી ઊભીને ઉભી રહે છે જેમાં સપડાયેલા લોકો તો કંગાળ થાય જ છે સાથે તેમનું પરિવાર પણ પાયમાલ થઈ જાય છે વ્યાજ આપવામાં આઘુ પાછું થતા સિક્યુરિટી પેટે આપેલ બનાખતવાળી મિલકત પચાવી પાડે છે તો ચેકમાં મોટી રકમ ભરી લેનારને કોર્ટના ચક્કર કાપતો કરી દેવાય છે ઉપરથી તેમની પઠાણી ઉઘરાણી અને દાદાગીરી ચાલુ રહે છે તેથી  સતત માનસિક તાણ અને હતાશ વ્યક્તિ અકાળે કૂવો પૂરી કે ટ્રેનમાં પડી જીવન દોરી ટૂંકાવી દે છે આવા અનેક બનાવો મીડિયામાં ચમકે છે તેમછતાં રાજકીય ઓથ અને પોલીસની શકમંદ કામગીરીના કારણે મામલો રફે દફે થઈ જાય છે તેથી માનવ લોહી ચુસવાનો અમાનવીય વેપલો ચાલુ જ રહે છે....!!!?
હવે જ્યારે લાખણી તાલુકાના કુડા ગામના એક જ પરિવારના પાંચના મોત ના મામલે વ્યાજખોરોની સંડોવણીનો પોલીસે પર્દાફાશ કર્યો છે ત્યારે અનેક માનવ જીંદગીઓ ભરખી જનાર અને અનેક પરિવારોને પાયમાલ કરનાર નાણાં ધીરધારના આ ગેરકાયદેસરના વેપલા ઉપર સરકાર સંપૂર્ણ પ્રતિબંધ લગાવે તે સમયનો તકાજો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.