કાંકરેજમાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ, અફરાતફરી મચી

કાંકરેજ તાલુકાના ગામે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા આગ બુઝાવવા કામે લાગ્યા હતા. લોકોને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાયટરે ઘટના સ્થળે પહોંચીને સત્વરે આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. ભારે જહેમતને અંતે ફાયર વિભાગે આગને કાબુમાં કરી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
 
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ઇન્દીરાનગરમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી છે. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકોએ આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. અચાનક લાગેલી આગના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઇ ફાયર ફાયટરે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. અંદાજીત એક કલાકથી પણ વધુ સમયની ભારે જહેમતને અંતે આગ કાબુમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.