બનાસકાંઠામાં તા.25 નવેમ્બરથી 30 જાન્યુઆરી-2020 સુધી શાળા આરોગ્ય કાર્યક્રમ યોજાશે

શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 9,95,447 બાળકોના આરોગ્યની તપાસ કરાશે. આગામી તા.25 નવેમ્બર-2019 થી તા. 30 જાન્યુઆરી-2020 સુધી શાળા આરોગ્ય કાર્યક્રમ યોજાશે. શાળા આરોગ્ય કાર્યક્રમને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
 
આ બેઠકમાં શાળા આરોગ્ય કાર્યક્રમના આયોજન અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનીષ ફેન્સીએ માહિતી આપતાં જણાવ્યું કે, શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી 18 વર્ષ સુધીના બાળકો, જેમાં શાળાએ જતા અને શાળાએ ન જતા તમામ બાળકોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાની 2744-પ્રાથમિક શાળાઓ, 544-માધ્યમિક શાળાઓ, 3499-આંગણવાડીઓ, 69-અન્ય શાળાઓ એમ કુલ- 6852 સંસ્થાઓના વિધાર્થીઓના આરોગ્યની તપાસણી કરવામાં આવશે. જેમાં 5,23,089-પ્રાથમિક શાળાના, 1,44,585-માધ્યમિક શાળાના, 3,10,264-આંગણવાડીના, 12,447- અન્ય શાળાઓ અને 5,092- શાળાએ ન જતા બાળકો મળી કુલ- 9,95,447 બાળકોના આરોગ્યની ચકાસણી કરાશે.
 
શાળા આરોગ્ય તપાસણીમાં 96- એમ.બી.બી.એસ.મેડીકલ ઓફિસર, 93 આરબીએસકે મેડીકલ ઓફિસર,1388- ફિમેલ અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 3242 આંગણવાડી કાર્યકર, 2830 આશા બહેનો, 20,713-શિક્ષકો, 113-મુખ્ય સેવિકા અને અન્ય-28 જણાનો સ્ટાફ સેવા આપશે. સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત દરેક ગામમાં પાંચ દિવસ સુધી શાળા આરોગ્ય ઉત્સવ તરીકે ઉજવવાશે. જેમાં રોજ વિવિધ આરોગ્યલક્ષી કામગીરી માટે થીમ વિભાગ પ્રમાણે નક્કી કરવામાં આવી છે. પ્રથમ દિવસે-સ્વચ્છતા દિવસમાં ગામ શાળાની સામાન્ય સફાઇ, પાણીના સ્ત્રોત, ગટરની સફાઇ, ઔષધિય વૃક્ષારોપણ.
 
બીજો દિવસ- આરોગ્ય ચકાસણી દિવસ- રજીસ્ટરમાં નોંધણી, પ્રાથમિક આરોગ્ય તપાસણી, ત્રીજો દિવસ- પોષણ દિવસ- દાદા-દાદી મીટીંગ, કુંટુંબ અને ગ્રામ આરોગ્યમાં વડીલોનો ફાળો, આરોગ્યપ્રદ પરંપરાગત પ્રથાઓ પર ચર્ચા, પૌષ્ટિ ક આહારની જરૂરીયાત, બાળ તંદુરસ્તીમાં રસીકરણની અગત્યતા, સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળ અંગે ચર્ચા, ચોથો દિવસ-તબીબી તપાસ- તબીબી અધિકારીઓ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ, વાલી મીટીંગ, પાંચમો દિવસ- સાંસ્કૃતિક દિવસ- આરોગ્યપ્રદ રમતો, વકતૃત્વ સ્પર્ધા, બાળગીતો, નાટક વગેરે, ઇનામ વિતરણ, ગ્રામ સંજીવની સમિતિ મીટીંગ યોજાશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.