મોડાસામાં ધોળા દિવસે બે ગાડીઓના કાચ તોડી ૩.૫૦ લાખની ચોરી

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વારંવાર ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાય છે ત્યારે મોડાસા માલપુર રોડ પર બાલાજી કોમ્પ્લેક્ષ આગળથી ધોળા દિવસે બે ગાડીઓના કાચ તોડી પૈસા ભરેલી બેગ લઈ ચોરો બિન્દાસ બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા.
 
વિનાયક કોર્પોરેશનના બંને માલિક નિકુલભાઈ પટેલ ઉર્ફે બંટી ભાઈની કારમાંથી ગાડીના કાચ તોડી ૨,૫૦,૦૦૦ ની પૈસા ભરેલી બેગ તેમજ તેમના પાટનરની કારની કારમાંથી ૧,૦૦,૦૦૦ ની ચોરી થઈ હતી.મોડાસા શહેર ની જનતા સલામત રહી ના હોય તેમ લાગી રહ્યુ છે.વારંવાર ચોરહ્‌ના ગુનાઓ વધતાં પોલિસ પેટ્રોલીંગના દાવા ઉઘાડા પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે. પોલિસ મુખદર્શક બની જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.આથી મોડાસાની જનતા પોલિસ પેટ્રોલીંગ વધારવા માંગ કરી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.