ડીસા ભીલડી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના અજાણ્યા વાહનની ટક્કરથી આધેડનું મોત

ડીસાથી ભીલડી ફોર વે હાઇવે પર અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક મહામૂલી જિંદગીઓ મોટના મુખમાં હોમાઈ રહી છે ત્યારે આજે મંગળવારે બપોરના સમયે ડીસાના સરત ગામે રહેતા રમેશભાઈ ડાહ્યાભાઈ રબારી ઉમ્મર વર્ષ 40  ડીસા ભીલડી હાઇવે પર રસ્તો ઓળગતા હતા તે દરમિયાન પુર ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા રમેશભાઈને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા 108 મારફત સારવાર અર્થે ડીસા સિવિલમાં લાવતા તેમનું મોત નીપજ્યું હતું. અને આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પી.એમ અર્થે મોકલી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.