વડગામના મગરવાડામાં કપિરાજે વૃધ્ધને પછાડ્યા: ગંભીર ઈજા

ધાન્ધારના વડગામ પંથકમાં છેલ્લા રપ વર્ષથી ચોમાસુ સિઝન નિષ્ફળ જતાં ગામડાના ગૌચરોના તળાવો, જંગલ વિસ્તારના કુદરતી ચેકડેમોમાં જળદેવતા અદૃશ્ય થયા છે. જેથી વાંદર, માંકડાં, નિલગાય વગેરે પ્રાણીઓએ વસ્તીના રહેણાંક વિસ્તારમાં ધામા નાંખ્યા છે. જ્યાં ખોરાક, પાણીની સગવડ સચવાઈ રહે છે. પરંતુ વાનરોમાં બુઢીયા વાનરમાં તાકાત વધુ હોવાથી ક્યારે ક્યારેક રસ્તામાં થેલી અથવા વસ્તુઓ લઈ જતા રાહદારીઓને પરેશાન કરી જીવલેણ હુમલા કરે છે. 
ગતરોજ શુક્રવારે મગરવાડા તિર્થમાં દર્શન કરવા ગયેલ ગણપતલાલ મગનલાલ વ્યાસ (ઉ.વર્ષ ૮પ) ઉપર કપીરાજે જીવલેણ હુમલો કરતાં તેઓને વડગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું માધુરી રાજપુતે જણાવ્યું હતું. કપીરાજના આતંકથી મગરવાડા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.