દુનાવાડા નજીક કેનાલમાં પાણી પીવા જતા યુવકનો પગ લપસ્યો, ડૂબતાં મોત

પાટણ દુનાવાડા ગામનો યુવાન ટ્રેક્ટર લઈ સેÂન્ટંગનો સામાન લેવા જઇ રહ્યાં હતા. ત્યારે વાંસા ગામની નર્મદા મુખ્ય કેનાલ આવતા પાણીની તરસ છુપાવવા કેનાલમાં ગયો હતો. જયાં પગ લપસતાં ડૂબી ગયો હતો જેને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢી હારીજ ખાતે પીએમ કરવામાં આવ્યું હતું.
હારીજના દુનાવાડા ગામના મયુર જયંતીભાઈ પરમાર (ઉંમર-૨૬) જે કડિયાકામ સેન્ટીંગ કામ જેવા મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. દુનાવાડાથી ટ્રેક્ટર લઇ અન્ય કુટુંબના ત્રણ ભાઈઓ સાથે સામાન લેવા કુરેજા જઈ રહ્યો હતો. તરસ લાગતા તે વાંસા નર્મદા કેનાલમાં પાણી પીવા ઉતર્યો હતો. આ દરમિયાન અચાનક પગ લપસતા પાણીમાં ગરકાવ થયો હતો. તેના ભાઈઓ ટ્રેક્ટરમાં બેઠા બધુ જાઈ રહ્યાં હતા. પરંતુ તરતા ન આવડતું હોવાથી તેઓ ગભરાઈ ગયા હતા. તેમણે ગામના કુટુંબીજનોને ફોન કરી જાણ કરી હતી. જેથી સ્થાનિક તરવૈયાઓ મયુરની લાશ કેનાલથી બહાર કાઢીને હારીજમાં પીએમ માટે મોકલી હતી. મૃતક યુવાનના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમની ધર્મપત્નીનો શ્રીમંતનો પ્રસંગ આ સપ્તાહમાં યોજાનાર હતો. ત્યારે યુવાનનું મોત થતાં જન્મ લેનાર બાળકે જન્મ પહેલા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.