ધાણધાના યુવકે માથાભારે લોકોના ત્રાસથી અગ્નિસ્નાન કર્યું

પાલનપુર તાલુકાના ધાણધા ગામના એક યુવકે માથાભારે તત્વોના ત્રાસથી અગ્નિસ્નાન કર્યું હતું. જેમાં ગંભીર રીતે દાઝેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, પાલનપુર તાલુકા ના ધાણધા ગામના રાકેશભાઈ રામાભાઈ ભાખરીયા નામના ૨૨ વર્ષીય યુવક અગાઉ ડીસાથી ચોરાયેલ ટ્રેક્ટર ની સંડોવણીમા માથાભારે તત્વોના ત્રાસથી અગ્નિસ્નાન કર્યું હતું. જેને પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. અને સળગતા યુવક ઉપર ગોદડા કપડાં નાખીને આગ ઓલવી હતી. અગ્નિસ્નાનના આ બનાવમાં યુવક ગંભીર રીતે દાઝી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અંગે પીડિત યુવક રાકેશ ભાખરીયા એ જણાવ્યું હતું કે, નાગલ મોરિયા ગામના સિકંદર અને ફકાભાઈ નામના શખ્સોએ ડીસાથી ચોરાયેલ ટ્રેક્ટર મને ભોળવીને સ્ટેમ્પ ઉપર સહી કરાવી સાંચોર વહેંચી દેવામાં આવ્યું હતું અને આ ચોરીનું ટ્રેક્ટર મૂમનવાસ થી સાંચોર લઈ જવાયું હતું અને મારી સાથે છેતરપિંડી કરાઇ હતી.  બાદ આ ટ્રેક્ટર  માટે મારી પાસે રૂ. ૧.૫૦ લાખ ની માંગણી કરાઈ હતી. હુ ગરીબ પરિવાર નો હોઈ રૂ.૧.૫૦ લાખની મોટી રકમ ક્યાંથી લાવું તેમ છતાં આ રકમ માટે મારી પાસે કડક ઉઘરાણી કરતા આ માથાભારે તત્વોના ત્રાસથી મે અગ્નિસ્નાન કર્યું હતું.

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.