વાવના ધારાસભ્યનું વિવાદિત નિવેદન : આરએસએસના કાર્યકર્તાઓને ટટ્ટુઓ કહ્યા

તાજેતરમાં સાબરકાંઠા ઢૂંઢેર રેપ કેસ મામલે MLA ગેનીબેન ઠાકોરે વિવાદિત નિવેદન આપ્યું હતુ કે આવી ઘટના બને ત્યારે જ 500, 1000 લોકોના ટોળાએ આરોપીને સળગાવી દેવાય.આરોપીને પોલીસના હવાલે ના કરાય તથા રાજ્યના નાયબ મુખ્યમંત્રીને જાનવર સાથે સરખાવતા અપશબ્દો બોલીને વિવાદિત ભાષણ આપનાર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મંગળવારે થરાદ મુકામે કૉંગ્રેસ કાર્યાલયના ઉદ્ધાટન સમયે પણ વિવાદીત ઉચ્ચારણ કર્યું હતું.જેમાં તેમણે નામ લીધા વગર વડાપ્રધાનને નિશાન બનાવતાં કોંગ્રેસના ધારાસભ્ય પાસેથી કાળુંનાણું લાવવાની અને જેલમાં ઘાલવાની વાત કરતાં,તો કોણે પાંચ વર્ષમાં એ ના બાપે ના પાડ્યો હતો જેવા શબ્દ વાપર્યા હતા.આટલું પણ ઓછુ હોય તેમ દેશ માટે શહિદી વોરનાર એક પણ ખાખી ચડ્ડી વાળો કે ભાજપનો એક પણ માણસ કે નેતાનું નામ આપો કે જેણે દેશ માટે શહીદી વોરી હોય તેમ કહીને સર્જીકલ સ્ટ્રાઇકના મુદ્દે બોલનારા માત્ર ભાજપના કાર્યકરો અને આરએસએસના ટટ્ટુઓ શહીદોના નામે વોટ લઇને ગુમરાહ કરતા હોવા જેવા શબ્દો કહી વિવાદિત ભાષણ આપતાં ચકચાર મચવા પામી હતી.થરાદમાં ગઢવી હોસ્પીટલ નીચે ખુલ્લા મુકાયેલા કૉંગ્રેસના કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે જીલ્લા પ્રમુખ દિનેશભાઇ ગઢવી,પ્રદેશકૉંગ્રેસ મહામંત્રી આંબાભાઇ સોલંકી અને માંગીલાલ માળવી,કૉંગ્રેસ અગ્રણી ડીડી રાજપુત,પાલિકાના પુર્વપ્રમુખ પથુસીંહ રાજપુત,થરાદરી મેમણ સમાજના પ્રમુખ હારૂનભાઇ મેમણ  સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 
કૉંગ્રેસ પ્રદેશના મંત્રીની પણ જીપ લપસી
 
 
 થરાદ મુકામે કોંગ્રેસના પ્રદેશના મંત્રી માંગીલાલ પટેલની જીભ લપસી હતી.જેમાં તેમણે પરથીભાઇને બદલે આપણે પરબત પટેલને વોટ આપી અને વિજય બનાવવાના છે તેમ જણાવી દેતાં સોંપો પડી જવા પામ્યો હતો.જોકે તેમનાથી પરથીભાઇને જગ્યાએ પરબતભાઇ પટેલના નામનું ઉચ્ચારણ થઇ જવા પામ્યું હોવાનો અહેસાસ થતાં ફરીથી સુધારી લીધુ હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.