ડીસાના રિસાલા બજારમાં ટ્રક ખાબકતા અફડાતફડી મચી

ડીસાના રિસાલા બજારમાં ગટરની કામગીરી ચાલી રહી છે ત્યારે રવિવારે અચાનક રીસાલા બજારમાંથી પસાર થઇ રહેલ એક ટ્રક પોલાણમાં ખાબકતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
 
ડીસા ખાતે છેલ્લા ઘણા સમયથી મુખ્ય બજારના ફુવારા સર્કલ, ગાંધીજીના બાવલા સુધી રિસાલા બજાર સહિતના અનેક વિસ્તારમાં  તંત્ર દ્રારા ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે ભૂગર્ભ ગટરની કામગીરી ગોકળગતિએ ચાલતા સ્થાનિક વેપારીઓ તથા વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે.રિસાલા બજાર ખાતે રવિવારે એક સામાન ભરેલ ટ્રક પસાર થઈ રહી હતી અને અચાનક ભૂગર્ભ ગટરના પોલાણમાં ટ્રકનું ટાયર ખાબકતા અફડાતફડી મચી હતી.બનાવના પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા જોકે આ ઘટનામાં જાનહાની તળતા સ્થાનિક વેપારીઓ સાથે વાહન ચાલકોએ રાહતનો દમ લીધો હતો. જોકે ઘટનાને લઈ વેપારીઓ સાથે વાહન ચાલકોમાં વ્યાપક રોષ ભભૂકી ઉઠ્યો હતો.એક તરફ તંત્ર દ્રારા કામગીરી ગોકડગતિથી કરતા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.તો બીજી તરફ તંત્ર  કામગીરીમાં જરૂરી સૂચન બોર્ડ પણ ના લગાવતા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.પંદર દિવસ અગાઉ શહેરના હીરા બજારમાં આવી જ રીતે એક જીપ ડાલું ખાબકયું હતું. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે જાનહાની થાય તે પૂર્વે આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને જરૂરી બોર્ડ લગાવાય તેમ વેપારીઓ અને વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.