02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / રેલવેના ખાનગીકરણનો પાલનપુરમાં ઉગ્ર વિરોધ

રેલવેના ખાનગીકરણનો પાલનપુરમાં ઉગ્ર વિરોધ   02/07/2019

પાલનપુર : કેન્દ્રની મોદી સરકાર એકપછી એક જાહેર સાહસો અને સરકારી સેવાઓનું ખાનગીકરણ કરી રહી છે. ત્યારે રેલવેના ખાનગીકરણની હિલચાલ સામે રેલકર્મીઓએ બાંયો ચડાવી છે. ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશનના આદેશને પગલે આજે પાલનપુર ખાતે રેલ કર્મીઓએ વિરોધ પ્રદર્શન કરી રેલવેના ખાનગીકરણ સામે વિરોધ જતાવ્યો હતો. ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશનના આહ્વાન પર આજે પાલનપુર ખાતે પણ રેલવેના ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વેસ્ટરન રેલવે એમ્પલોઇઝ યુનિયન પાલનપુરના સેક્રેટરી અને અમદાવાદના જનરલ સેક્રેટરી બી.પી.ગઢવીની અધ્યક્ષતામાં યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં રેલકર્મીઓએ રેલવેના ખાનગીકરણની મોદી સરકારની હિલચાલ સામે વિરોધ જતાવતા કાળી પટ્ટી ધારણ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં રેલવેના તમામ વિભાગના કર્મચારીઓએ જોડાઈ એક જ સુરે રેલવેના ખાનગીકરણ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

Tags :