02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ધાનેરાના શિયાથી લીંબડીયા પરાને જોડતો રસ્તો સામાન્ય વરસાદમાં ધોવાઈ જતાં હોનારતની ભીતિ

ધાનેરાના શિયાથી લીંબડીયા પરાને જોડતો રસ્તો સામાન્ય વરસાદમાં ધોવાઈ જતાં હોનારતની ભીતિ   28/07/2019

ધાનેરા : બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે જયારે ચાલુ વર્ષે વરસાદ ઓછા પ્રમાણમાં થયો છે. જિલ્લાના ધાનેરા તાલુકાની વાત કરી એ ગત વર્ષે ધાનેરા તાલુકો અછત મા હતો એટલે કહી શકાય કે ૫ કે ૬ ઇંચ જેટલો વરસાદ ધાનેરા તાલુકામાં નોંધાયો હતો. જયારે ચાલુ વર્ષે પણ અત્યાર સુધી ૭ ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે વરસાદનું પ્રમાણ આજ દિન સુધી ઓછું માની શકાય પરંતુ આ નજીવા વરસાદના પાણીથી ધાનેરા તાલુકાના પાકા રસ્તા ટકી શક્યા નથી. ધાનેરા તાલુકાના મોટા ભાગના ગામથી ગામને જોડતા રસ્તાનું કામ મિલાવટ વાળું હોવાથી આ તમામ રસ્તા ધોવાઈ ગયા છે. ધાનેરા તાલુકાના શિયા ગામથી લિબડીયા પરા બાંધકામમાં વિસ્તારને જોડતો મુખ્ય રસ્તો નજીવા પાણીની માર જેલી શક્યો નથી. લિબડીયાપરા વિસ્તારના રહીશો માટે ગુજરાત સરકારે કરોડો રૂપિયા ખર્ચી આ કાચા રસ્તાને ડામર રોડ બનાવી આપ્યો છે.પરંતુ માર્ગ મકાન વિભાગજના ઇન્જીનિયરની દેખરેખ હેઠળ બેનલ આ રસ્તો માત્ર ૩૦ માસ મા ધોવાઈ ગયો છે. આ માર્ગ પર થી ખેડૂતો ટ્રેક્ટર તેમજ પોતાની માલિકી ની ગાડી લઈ પાસર થાય છે. જયારે એક માર્ગીય આ રસ્તો પણ એક તરફ થી પાણી ના વહેણ ના કારણે તૂટી રહ્યો છે. જો સત્વરે આ રસ્તા નું સમારકામ નહીં કરવામાં આવે તો વરસાદના સમય કે રાત્રીના સમય કોઈ મોટી દુર્ઘટના થઈ શકે તેમ છે. ગ્રામજનોની વર્ષો ની રજુઆત તો કામે લાગી પણ જો આ માર્ગને રીપેરીંગ નઇ કરાય તો ફરી એજ તૂટેલા રસ્તા પર ચાલવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે ગ્રામજનો આ માર્ગનું સમારકામ થાય તેવી મીંગણી કરી રહ્યા છે.

Tags :