પાટણમાં આજે મોદી ચુંટણી સભા સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ચૂંટણી પ્રચારના ભાગરૂપે આવતીકાલે ગુજરાતમાં પહોંચી રહ્યા છે. મોદી ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ૨૧મી એપ્રિલના દિવસે ઉત્તર ગુજરાતમાં પાટણ ખાતે ચૂંટણી સભા કરનાર છે. આ પહેલા મોદી ગુજરાતમાં છ સભા કરી ચુક્યા છે.મોદીએ ૧૦મ એપ્રિલના દિવસે જુનાગઢ અનો સોનગઢ (બારડોલી)માં સભા કરી હતી. જ્યારે ૧૭મી એપ્રિલના દિવસે હિમ્મતનગર (સાબરકાઠા)માં સભા કરી હતી. એ જ દિવસે સુરેન્દ્રનગર અને આણંદમાં સભા કરી હતી. પાટણમાં તેમની હવે સભા થનાર છે. ગુજરાતમાં મોદી છ સભા કરી ચુક્યા છે. હવે સાતમી સભા કરવા જઇ રહ્યા છે. મંગળવારના દિવસે મતદાન થાય તે પહેલા પણ મોદી ૨૨ અને ૨૩મી એપ્રિલના દિવસે પહોંચનાર છે. ૨૨મી એપ્રિલના દિવસે તેઓ અમદાવાદમાં રહેશે. ત્યાથી ગાંધીનગર જશે. જ્યાં તેઓ રાજભવનમાં રાત્રી રોકાણ કરનાર છે. આગામી દિવસે એટલે કે ૨૩મી એપ્રિલના દિવસે ગુજરાતમાં મતદાનમાં ભાગ લેશે. મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાંત સ્કુલ Âસ્થત મતદાન કેન્દ્રમાં મતદાન કરનાર છે.  મોદી આ પહેલા પણ વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટમી દરમિયાન મતદાન કરવા માટે અમદાવાદ પહોંચી ગયા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.