દાંતા તાલુકામાંથી ચોરેલા બે ડમ્પર પીંડવાડા પાસેથી પકડાયા

 
 
                   બનાસકાંઠામાં વાહનચોરીની વધતી જતી ઘટનાઓ વચ્ચે આજે દાંતા તાલુકામાંથી બે ડમ્પરની ચોરી કરી ભાગી રહેલા શખ્સોને રાજસ્થાનના પિંડવાડા નજીકથી ઝડપી લેવાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ અજાણ્યા શખ્સો દાંતા વિસ્તારમાંથી ડમ્પરની ચોરી કરી ભાગી જતા આ મામલે દાંતા પોલીસે તુરંત ડમ્પર ચોરોનો પીછો કર્યો હતો. આ શખ્સો રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની વિગતો જાણવા મળતા અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પણ નાકાબંધી ગોઠવી દેવાઇ હતી. જોકે ગુજરાતની હદ વટાવી રાજસ્થાનમાં ઘુસી ગયેલાં આ શખ્સોને પિંડવાડા નજીકના કોદરલા ગામેથી આબાદ રીતે ઝડપી લેવાયા છે. ગુજરાત પોલીસે  ડમ્પર તસ્કરોનો પીછો કરી રાજસ્થાન પોલીસની મદદથી આ ઓપરેશનને પાર પાડી ડમ્પર ચોરોને ઝડપી લઈ પિંડવાડા પોલીસના હવાલે કર્યા હતા. જોકે દાંતા તાલુકામાંથી ડમ્પરોની તસ્કરી કરી ભાગી રહેલા આ  શખ્સોએ પોલીસથી બચવા આડેધડ ડ્રાઇવિંગ કરી સ્વરૂપગંજ ટોલ પ્લાઝા સહિત ઘણા વાહનોને નુકશાન પહોચાડ્‌યું હતું. આટલું ઓછું હોય તેમ આ શખ્સોએ અમીરગઢ નજીક પોલીસ વાનને પણ ઉડાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેથી આ ઘટનામાં રાજસ્થાનથી ઝડપાઇ ગયેલા  શખ્સોને પિંડવાડા પોલીસ મથકે લઈ જવાયા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. વળી, આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ દાંતા પોલીસ મથકમાં ડમ્પર ચોરીનો ગુન્હો નોંધાયો છે જ્યારે પોલીસની ગાડીને ઉડાવી દેવાનો પ્રયાસ કરવાના મામલે અમીરગઢ પોલીસે પણ આ શખ્સો વિરુદ્ધ ખૂની હુમલાનો કેશ દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે અને 
રાજસ્થાનની પિંડવાડા પોલીસે પણ આ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાના અહેવાલો મળ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.