માલપુર વાત્રક નદીમાં માછીમારી કરી પેટિયું રળતા લોકો પર વાત્રકડેમના કોન્ટ્રાક્ટરે તરાપ મારી

અરવલ્લી જીલ્લાના માલપુર નજીકથી પસાર થતી વાત્રક નદીમાં વર્ષોથી નદીના આજુબાજુ અને માલપુરમાં રહેતા ગરીબ પરિવારો વર્ષોથી માછીમારી કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે વાત્રક ડેમમાં  ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારી નો કોન્ટ્રાક આપવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની કરી ગરીબ પરિવારોને માછીમારી કરવાની ના પાડવામાં આવતા અને ગરીબ પરિવારો માછીમારી કરે તો માછીમારી કરવામાં માટે ઉપયોગમાં લેવામાં આવતી જાળ સહીત માલસામાન પણ છીનવી લેવામાં આવતા ગરીબ પરિવારોની રોજી રોટી છીનવાતા ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગત ગરીબ પરિવારોને ન્યાય અપાવવા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગરીબ માણસોને ન્યાય આપવાની માંગ કરી હતી.
 
માલપુર તાલુકામાં ગરીબ પરિવારો વાત્રક નદીમાં વર્ષોથી માછીમારી કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે વાત્રક ડેમમાં માછીમારીનો કોન્ટ્રાકટ ધરાવતા  કોન્ટ્રાક્ટરની મનમાની અને દાદાગીરીના પગલે ગરીબ પરિવારો પર આભ તૂટી પડ્યું છે માલપુરની વાત્રક નદીમાંથી માછીમારી કરતા પરિવારોની માછીમારી કરવાજતા કોન્ટ્રાક્ટરે માછલી પકડવાની સાધન સામગ્રી છીનવી લેવાઈ હતી અને વાત્રક નદીમાં માછીમારી કરતા પરિવારોને ધાક ધમકી આપવામાં આવતા માછીમારી કરતા પરિવારોએ ગુરુવારે જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જે મત્સઉદ્યોગના કોન્ટ્રાક્ટરોને વાત્રક ડેમનો કોન્ટ્રાક આપવામાં આવ્યો છે અને માલપુરથી વાત્રક ડેમ પંદર કિલો મિટર દૂર છે તેથી આ કોન્ટ્રાક્ટરોને માલપુર સીમમાં આવેલી નદીનો હક્ક નથી લાગતો, તેમ છતાં કોન્ટ્રાક્ટરો મનમાની ચલાવી રહ્યા છે માછીમારી બંધ થતા પરિવારનું ગુજરાન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
 
ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે માછીમારી કરતા પરિવારોના સમર્થનમાં ગરીબ પરિવારોને સત્વરે ન્યાય અપાવવાની માંગ કરી મનમાની કરતા કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની માંગ સાથે વાત્રક નદીમાં ગરીબ પરિવારોને માછીમારી કરતા અટકાવવામાં આવશે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.