થરાદ પાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ બાબતે પખવાડીયા સુધી કાર્યક્રમો

કેંદ્ર સરકારે બે વર્ષ પહેલાં મહાત્માગાંધીજીની જન્મજયંતી પ્રસંગે સ્વચ્છ ભારતની ઊજવણીની સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જે અંતર્ગત થરાદ પાલિકા દ્રારા ૧૫ સપ્ટેબરથી ૨ જી ઓકટોબર સુધી થરાદ નગરમાં સફાઇના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે નગરપાલિકાના પ્રમુખ લવજીભાઇ વાણિયાએ જણાવ્યું હતું કે શનિવારે જ્યાં સફાઇ જ ન થતી હોય તેવા ગંદા વિસ્તારોમાં કામદારો દ્રારા સફાઇની કામગીરી હાથ ધરાવવામાં આવી હતી. તેમજ નગરમાં સફાઇ કરાય અને જળવાય તેવા સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તે પૂર્વે પાલિકાથી ડા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પાલિકાના કર્મચારીઓ અને કામદારો સાથે હાથમાં બેનર સાથેની રેલી યોજાઇ હતી. જેમાં થરાદ પાલિકાના પ્રમુખ લવજીભાઇ વાણીયા તથા સદસ્ય કાસમભાઇ પરમાર, મહેશભાઇ વાણિયા, કલાવતીબેન, પુર્વ ભાજપ શહેરપ્રમુખ નંદુભાઇ મહેશ્વરી, યુવા પ્રમુખ પ્રકાશભાઇ સોની તથા પ્રભુભાઇ માળી, અર્જુનભાઇ રાઠોડ  ટેક્ષ ઇન્સ્પેક્ટર હિરજીભાઇ પટેલ કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.