વાવમાં વહેલી સવારે ૨.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યમાં સતત છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા વચ્ચે આજે વાવમાં વહેલી સવારે ૫.૫૭ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા ૨.૧ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી ૪૮ કિમી દૂર નોંધાયું છે. ભૂંકપના કારણે વહેલી સવારે નિંદ્રામાં પોઢી રહેલા લોકો સફાળા જાગી ગયા હતા અને ઘરમાંથી દોડીને બહાર આવ્યાં હતા. જો કે તીવ્રતા ઓછી હોવાના કારણે કોઇ હાલ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
           
            બનાસકાંઠા જીલ્લાના વાવમાં વહેલી સવારે ભુંકપ આવ્યો હોવાનું સામે આવ્યુ છે. સવારે ૫.૫૭ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા ૨.૧ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી ૪૮ કિમી દૂર નોંધાયું છે. રાજ્યમાં હાલ છેલ્લા દિવસોમાં સતત અલગ-અલગ જિલ્લાઓમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. ત્યારે થોડા દિવસ પહેલા કચ્છમાં ઉપરાઉપરી બે ભૂકંપના આંચકા અનુભવતાં લોકોમાં ફરી ૨૦૦૧ ની યાદ તાજી જોવા મળી હતી. ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
 
            સુત્રોએ જણાવ્યુ હતુ કે, શું રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે ત્યારે સવાલ એ થાય છે કે શું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વચ્ચે કોઇ આડકતરો સંબંધ ખરો કે નહીં. હાલ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. આજરોજ બનાસકાંઠાના વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.