વડગામ તાલુકામાં સમી સાંજે બે કલાકમાં બે ઈંચ વરસાદ : ઠેરઠેર પાણી ભરાયાં

છાપી :  વડગામ તાલુકા માં શનિવાર સવાર થી ભારે ઉકળાટ બાદ  સાંજે મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરતા તાલુકા માં બે કલાક માં બે ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.
વડગામ તાલુકામાં શનિવાર સાંજે આકાશ માં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને અચાનક ભારે પવન સાથે બે કલાકમાં બે ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો.જોરદાર વરસાદને લઈ છાપી હાઇવે બેટમાં ફેરવવા સાથે અનેક વાહનો ફસાયા હતા.દરમીયાન કેટલાક સ્થળો એ પાણી ભરાયા હતા. તાલુકા મથક વડગામ સહિત છાપી પંથકમાં સિઝન દરમિયાન સામાન્ય વરસાદના કારણે વરસાદને લઈ લોકોમાં ચિતા પ્રવર્તી રહી હતી.જોકે સાંજે પડેલ વરસાદથી ખેડૂતો સહિત લોકોમાં આનંદ છવાયો હતો. વરસાદના કારણે સિઝનમાં પ્રથમ વખત માર્ગો ઉપર પાણીનો પ્રવાહ ધસમસતા લોકો આનંદિત બની બહાર નીકળી વરસાદનો આનંદ માણ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.